Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રીલંકા વિરુદ્ધ રોહિતે બનાવ્યા બે મોટા રેકોર્ડ, કોહલીને છોડ્યો પાછળ

05:48 PM Apr 23, 2023 | Vipul Pandya

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકા સામેની આ મેચમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રન મશીન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત શર્મા શ્રીલંકા સામે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વળી આ મેચમાં જીત મેળવીને રોહિતે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 
રોહિતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે ગુરુવારે પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 62 રને હરાવીને વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હિટમેને એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી દુનિયાનો કોઈ કેપ્ટન બનાવી શક્યો નથી. રોહિતની કપ્તાની હેઠળ, લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઘરઆંગણે રમાયેલી ટીમ ઈન્ડિયાની આ 16મી મેચ હતી અને ભારતે અત્યાર સુધી 16માંથી 15 મેચ જીતી છે. 
રોહિતના નામે T20માં સૌથી વધુ રન
આપને જણાવી દઇએ કે, રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 37 રન વધુ બનાવી રન મશીન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો છે. આ રેકોર્ડ બનાવવા માટે રોહિત શર્માને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 37 રનની જરૂર હતી. શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં રોહિત શર્મા 37મો રન લઈને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ 123 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 3,307 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ ચાર સદી અને 26 અડધી સદી ફટકારી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં પ્રથમ 32 બોલમાં 44 રન બનાવ્યા હતા. રોહિતે 44 રનની ઈનિંગમાં બે ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો.
વિરાટની કેપ્ટન્સીમાં 13 મેચ જીતી હતી ટીમ ઈન્ડિયા
T20I માં કેપ્ટન તરીકે રોહિતની આ 16મી મેચ હતી અને તેમાંથી તેણે 15 મેચ જીતી છે. રોહિતની કપ્તાનીમાં ભારત ઘરઆંગણે અત્યાર સુધી માત્ર એક મેચ હાર્યું છે. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ પણ ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન રોહિત જેટલી મેચ પોતાના ઘરે જીતી શક્યા નથી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે ઘરઆંગણે 13 મેચ જીતી હતી અને નવમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને પણ ઘરઆંગણે 15 T20 ઈન્ટરનેશનલ મેચો જીતી છે, તેઓ રોહિત કરતા વધુ મેચ રમ્યા છે. મોર્ગને 25 મેચમાં 15 જીત નોંધાવી છે, જ્યારે વિલિયમસને 30 મેચમાં 15 જીત મેળવી છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
રોહિત શર્મા 123 મેચ, 3307
માર્ટિન ગુપ્ટિલ – 112 મેચ, 3299 રન
વિરાટ કોહલી – 97 મેચ, 3296 રન
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની સાથે તેણે શ્રીલંકા સામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા ભારત તરફથી શ્રીલંકા સામે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 15 સિક્સર ફટકારી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે સિક્સ
રોહિત શર્મા – 15 છક્કા
કુશલ પરેરા – 14 છક્કા
શિખર ધવન – 12 છક્કા
રોહિતની કેપ્ટન્સીમાં ભારતની એકંદરે 22મી જીત
રોહિતે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે 26 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. આ 26 મેચોમાંથી ટીમે 22માં જીત મેળવી છે. રોહિતની કપ્તાનીમાં શ્રીલંકા સામે ભારતની આ 5મી જીત હતી. આ સિવાય ભારતીય ટીમનો આ સતત 10મો T20 વિજય હતો. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ 6 મેચ જીતી છે.