Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરેન્દ્રનગરમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્રે કરી સીલ, જાણો કારણ

10:41 PM Oct 18, 2024 |
  • માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી
  • ગ્રજ્યુઅટી માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી
  • મામલતદારે ઓફિસ સીલની કામગીરી હાથ ધરી

Roads and Buildings Department Seal : રાજ્યમાં વધુ એક સરકારી ઓફિસને તંત્ર દ્વારા સિલ કરવામાં આવી છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છે. જોકે આ માર્ગ અને મકાન વિભાગની અંદર કામ કરતા કર્માચારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચ સ્તરે ગ્રજ્યુઅટી માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી

સુરેન્દ્રનગરમાં આવેલી આ માર્ગ અને મકાન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવતી ન હતી. ત્યારે ઓફિસના કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસ અને હાઈકોર્ટ સુધી આ અંગે રજૂઆત કરી હતી. ત્યારે અંતે કર્માચારીઓને ગ્રેજ્યુઈટીના આધારે વેતન ન ચૂકવતા આ માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat માં સ્પાની આડમાં ડ્રગ્સ-સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ની ધરપકડ

મામલતદારે ઓફિસ સીલની કામગીરી હાથ ધરી

જોકે ઓફિસના કર્મચારી આ અંગે પહેલા માર્ગ અને મકાનના વિભાગના હોદ્દેદારને આ અંગે રજૂઆત કરી હતી. પરંતુ લાંબો સમય વિતી જતા પણ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કારણ કે… લેબર કોર્ટ દ્વારા રોજમદાર કર્મચારીને ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં કર્મચારીઓને યોગ્ય વેતન ચૂકવવામાં આવતું ન હતું. તેથી લેબર કોર્ટના હુકમનો અનાદર કરતાં અંતે જીલ્લા કલેક્ટર દ્વારા ઓફિસને સીલ મારવાની સુચના આપવામાં આવી હતીં. અંતે મામલતદાર સહિતની ટીમે ઓફિસે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: 48 ગુનાનો આરોપી Bhima Dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં