Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાસ્કર ચૌધરીને 2019માં પણ CBIએ પકડ્યો હોવાનો ઘટસ્ફોટ

05:27 AM Apr 17, 2023 | Vipul Pandya

રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ગુજરાત એટીએસે વડોદરામાંથી 15 લોકોને ઝડપી પાડ્યા છે જેમાંથી કોચીંગ સેન્ટરનો સંચાલક ભાસ્કર ચૌધરી 2019માં પણ સીબીઆઇ દ્વારા પકડાયો હોવાની સનસનીખેજ માહિતી તપાસમાં બહાર આવી છે.  પેપરલિક કાંડના આરોપીઓને કડક સજા થાય તેવી માગ કરાઇ છે.


કોચીંગ સેન્ટરનો સંચાલક ભાસ્કર ચૌધરી 2019માં પણ સીબીઆઇ દ્વારા પકડાયો 
પોલીસ તપાસમાં જણાયું છે કે ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક છે અને બંને મુળ ઝારખંડના છે. છેલ્લા 4 વર્ષથી તેઓ કોચિંગ ક્લાસ ચલાવે છે.  માહિત મળી છે કે કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવામા આવતી હતી.કોચીંગ સેન્ટરનો સંચાલક ભાસ્કર ચૌધરી 2019માં પણ સીબીઆઇ દ્વારા પકડાયો હતો.


પ્રદીપ નાયક ઓરિસ્સાનો રહેવાસી છે
વડોદરામાંથી ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક , રિદ્ધી ચૌધરીની ધરપકડ કરાઇ છે. જ્યારે  કેતન બારોટ, શેખર સહિતના શખ્સો પણ ઝડપાયા છે. વર્ષ 2019માં CBI દ્વારા ભાસ્કર ચૌધરીની  ધરપકડ કરાઇ હોવાનું પણ બહાર આવ્યું છે. પ્રદીપ નાયક ઓરિસ્સાનો રહેવાસી છે.

ગુજરાત એટીએસના ઓડિસામાં પણ ધામા
ગુજરાત એટીએસના ઓડિસામાં પણ ધામા છે. પ્રદીપ નાયકને લઈને પણ  વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. વડોદરાના ભાસ્કર ચૌધરીના ક્લાસીસમાં ગુજરાત એટીએસના ધામા છે.વડોદરાના અટલાદરા રોડ પર ભાસ્કર ચૌધરીના ક્લાસીસ આવેલા છે. ક્લાસમાંથી રબર સ્ટેમ્પ, આધાર કાર્ડ,પાન  કાર્ડ મળી આવ્યા છે. પોલીસે કહ્યું કે  ભાસ્કર ચૌધરી મૂળ ઝારખંડનો રહેવાસી છે અને વડોદરામાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ પણ ચલાવે છે. વર્ષ 2019માં CBI દ્વારા ભાસ્કર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

 પેપરલિક કાંડમાં  CCTV બહાર આવ્યા 
બીજી તરફ પેપરલિક કાંડમાં  CCTV બહાર આવ્યા છે. કોચીંગ ક્લાસમાંથી ATS 15 લોકો ને લઈને જઈ રહી હોવા ના CCTV આવ્યા છે. વડોદરાથી રાત્રે 2.21 વાગ્યે એટીએસ આરોપીઓને લઇ ગઇ 15 પૈકી 12 લોકોની પેપરલિકમાં સીધી સંડોવણી જણાઇ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ