- ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ
- ભારતીય હાઈ કમિશનરને પરત બોલાવાયા
- PM ટ્રુડોના નિરાધાર આરોપ મુદ્દે ભારત સખ્ત
- ખાલિસ્તાની આતંકી નિજ્જર મુદ્દે ન આપ્યા કોઈ પુરાવા
- પુરાવા વગર ભારતની છબી ખરડવાનો સતત પ્રયાસ
- રાજદ્વારીઓની સુરક્ષા મુદ્દે ભારતે લીધો નિર્ણય
- ભારતમાં કેનેડાના રાજદૂત સ્ટીવર્ટ વ્હીલરને સમન્સ
India and Canada Relations : છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. હવે અધિકારીઓની સુરક્ષાને લઈને ભારત સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. મળી રહેલી માહિતી અનુસાર, ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.
ખોટા આક્ષેપો બાદ સરકારે કડક કાર્યવાહી કરી
જણાવી દઇએ કે, વિદેશ મંત્રાલયના નિવેદનમાં રેખાંકિત કરવામાં આવ્યું છે કે ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં તેમની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં અમને કોઈ વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. જે ભારત અને કેનેડાના સંબંધોમાં કેટલી ખટાશ આવી ગઇ છે તેનો ઉલ્લેખ કરે છે. જણાવી દઇએ કે, હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની તાજેતરની કાર્યવાહી પર ભારતે આ આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આજે જ કેનેડાના રાજદ્વારીઓને બોલાવ્યા હતા. આ બેઠક બાદ ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રુડો શાસને તેની તાજેતરની તપાસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને ‘person of interest’ તરીકે જોડ્યા હતા, જેના પર ભારતે કડક કાર્યવાહી કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટપણે રેખાંકિત કરવામાં આવ્યું છે કે ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં તેમની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં અમને કોઈ વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023 માં કેટલાક આક્ષેપો કર્યા હતા, એટલે કેનેડાની સરકારે અમારી ઘણી વિનંતીઓ છતાં, પુરાવાનો એક અંશ પણ શેર કર્યો નથી. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, કેનેડાનું નવીનતમ પગલું વાટાઘાટોને અનુસરે છે જેમા કોઇ પણ તથ્ય વગર ફરીથી દાવા કરવામાં આવ્યા હતા.
ભારતને બદનામ કરવાનું કાવતરું
વિદેશ મંત્રાલયે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે તપાસના નામ પર રાજકીય લાભ માટે ભારતને બદનામ કરવા માટે આ એક જાણીજોઈને રચાયેલ રણનીતિ છે.” તેમણે કહ્યું કે, “વડાપ્રધાન જસ્ટિન ટ્રુડુનું ભારત પ્રત્યે ખરાબ વલણ છેલ્લા ઘણા સમયથી સ્પષ્ટ છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, તેમની કેબિનેટમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ખુલ્લેઆમ ઉગ્રવાદી અને અલગાવવાદી એજન્ડા સાથે જોડાયેલા છે.” વિદેશ મંત્રાલયે કહ્યું, “ડિસેમ્બર 2020 માં ભારતની આંતરિક રાજનીતિમાં તેમનો સ્પષ્ટ દખલ દર્શાવે છે કે તે આ સંદર્ભમાં કેટલો આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: કેનેડામાં નોકરી કરો છો? તો આ સમાચાર તમારા માટે જ…