Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રિટર્ન ફાઇલ ન કરતી અને વાર્ષિક સરવૈયું રજૂ ન કરતી કંપનીઓ પર તવાઈ, 3500થી વધુ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ

03:50 PM Apr 29, 2023 | Vipul Pandya

રજીસ્ટ્રાર ઓફ કંપનીઝે 2 વર્ષથી હિસાબ રજૂ ન કરતી ગુજરાતની 3500થી વધુ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની સૂચના હેઠળ, ગુજરાતની રજીસ્ટ્રાર ઓફ કંપનીઝે 2 વર્ષથી વાર્ષિક હિસાબ અને વાર્ષિક સરવૈયું રજૂ ન કરતી ગુજરાતની 3500થી વધુ કંપનીના રજીસ્ટ્રેશન રદ કરી દીધા છે. કલમ 10એ હેઠળ રજિસ્ટ્રેશન રદ કરાઈ હોય તેવી કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 180 દિવસમાં કોઈપણ ધંધો કે વ્યવસાય શરૂ ન કર્યો હોય તેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આવી કંપનીઓની સંખ્યા 4000થી વધુ હોવાનો અંદાજ છે. આવી કંપનીઓ છેલ્લા બે વર્ષથી રિટર્ન ફાઈલ અને વાર્ષિક સરવૈયા રજૂ કરવામાં નિષ્ફળ નિવડી છે. પરિણામે કંપનીના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે.
કંપની એક્ટ 2013 ની કલમ 137 અને 92માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ગુજરાતની બે હજાર જેટલી કંપનીઓ વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા બંધાયેલી છે. પરંતુ આ કંપનીઓએ તેમના વાર્ષિક સરવૈયા રજૂ કર્યા નથી. બીજી તરફ 2000 જેટલી કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 6 મહિનામાં કોઈ ધંધો ચાલુ કર્યો નથી. પરિણામે 3500થી વધુ કંપનીના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે.
રજીસ્ટ્રેશન રદ કર્યા હોય તેવી કંપનીઓ પોતાની રજૂઆત કરવા માટે રજીસ્ટ્રાર ઓફ કંપનીનો સંપર્ક કરી શકે છે. તેમની રજૂઆત સાંભળ્યા પછી રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરવાનો વિચાર કરી શકાય તેવી શક્યતા છે. પરંતુ આ કંપનીઓ તરફથી કોઈ જ રજૂઆત કરવામાં નહીં આવે તો તેમના રજીસ્ટ્રેશન રદ ગણાશે.