Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટની લાલ આંખ, સરકારને પાઠવી નોટિસ

03:56 PM Apr 26, 2023 | Vipul Pandya

શહેરમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે કે શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લીધે શહેરીજનોને ઘણી હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ મહત્વનું  નિવેદન કર્યું છે, જેમાં રાજ્ય સરકારે જણાવ્યું કે ડ્રાફ્ટ તૈયારી કરી દીધો છે. વધુમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, જલ્દીથી આ બાબતને લઈને યોગ્ય કાયદો પણ લાવવમાં આવશે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે રખડતા ઢોર અને તેમના માલિકો દ્વારા યોગ્ય રીતે જાળવણી પણ કરવામાં આવતી નથી.
ગુજરાત હાઈકોર્ટમાં આજે (સોમવાર) રખડતા ઢોર મુદ્દે આગાઉ થયેલી પિટિશનમાં વધુ એક અરજી જોડવામાં આવી છે. જેમાં એડવોકેટ નિલય પટેલ દ્વારા પાર્ટી ઇન પર્સન બનીને આ અરજી કરવામાં આવી હતી. આ સાથે જ ચીફ જસ્ટીસ સમક્ષ ઘણા ફોટોગ્રાફ પણ મુકવામાં આવ્યા હતા, જેમાં ગાય જેવા પશુઓ રોડ અને રસ્તા પર રખડતા હોય અને કચરા પેટી કે પછી ગંદકીમાંથી ખાવાનું ખાતા હોય છે, જેથી આવા દુધાળા પશુઓ જયારે આવા અખાદ્ય ખોરાક ખાતા હોય છે ત્યારે તેમનું દૂધ પણ કેટલું યોગ્ય હોઈ શકે તેવી પણ રજૂઆત એડવોકેટ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
તદઉપરાંત રખડતા ઢોર પકડવા જતી ઢોર પાર્ટીની ગાડીઓ પાછળ ચોક્કસ સમાજના લોકો પોતાના વ્હીકલો લઈને ભાગતા હોય છે અને આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકા તથા ઔડાને નોટીસ ફટકારી છે.