માણસ માટે સમયાંતરે ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જો ઉંઘ ન મળે તો ઘણી પ્રોબ્લમ્સ થઇ શકે છે. ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ 3-4 કલાકની ઉંઘ લે છે તો પણ તે દિવસભર સક્રિય રહે છે, જ્યારે ઘણા એવા લોકો પણ છે કે, જેઓ 8 કલાકની ઉંઘ લીધા બાદ પણ થાક અનુભવતા હોય છે. ખાસ કરીને જે લોકો ટ્રક ચલાવે છે તેઓ 8 કલાકની પૂરતી ઉંઘ લઇ શકતા નથી. તેઓ માત્ર 3 કે 4 કલાકની જ ઉંઘ લેતા હોય તેવું ઘણીવાર જોવા મળી જાય છે. તમને વિચાર આવતો હશે કે તેઓ ટ્રકમાં ક્યા સુઇ રહેતા હશે તો તેનો જવાબ તમને આ વીડિયો આપી શકે છે. આ દિવસોમાં, એક વ્યક્તિનો એક ચાલુ ટ્રકમાં નીચે પલંગ પર સૂતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
ટ્રક ડ્રાઈવરનો જુગાડ
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોને જોઇ થોડીવાર માટે તમે પણ વિચારતા રહી જશો કે આ શું કરે છે. પણ તે ધ્યાનથી જોશો ત્યારે તમને ખબર પડશે કે શખ્સે ટ્રકની નીચે જ પોતાનો પલંગ લગાવી દીધો છે. આ લગભગ 10 ટાયરવાળી મોટી ટ્રોલી છે. વીડિયોમાં તે રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. જુગાડનો ઉપયોગ કરીને મધ્યમાં બેડ બનાવવામાં આવ્યો છે. તેમાં એક મદદગાર સૂતો જોવા મળે છે. ટ્રક ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે. ટ્રકની સમાંતર એક બાઇક ચાલી રહી છે, જેના પર બે યુવકોએ આ વીડિયો બનાવ્યો છે.
View this post on Instagram
લોકોએ કોમેન્ટ કરી
આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે. વીડિયો પર અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. લોકો કોમેન્ટમાં અજીબોગરીબ કોમેન્ટ કરી રહ્યા છે. એકે કહ્યું કે તેણે બેલ્ટ પહેરવો જોઈએ. કોઈએ કહ્યું કે એક પળખું ફરતા જ તેનું જીવન બદલાઈ જશે.
આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી
આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો શેર કરી રહ્યા છે. વીડિયો કોઈ હાઈવેનો હોવાનું લાગી રહ્યું છે. ટ્રકના ટાયરની વચ્ચે બેડ બનાવવામાં આવ્યો છે. આ લોખંડના પલંગમાં સૂતી વખતે કોઈ પડી ન જાય તે માટે આગળ અને પાછળ બે એંગલ લગાવવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે