+

શાળામાં બિકિની પહેરીને આવી વિદ્યાર્થીની, ટીચર ગુસ્સે થયા તો આપ્યો આ જવાબ, Video

દુનિયાની તમામ શાળાનો એક અલગ ગણવેશ હોય છે. શાળાના નિયમો મુજબ તેને પહેરવો જરૂરી હોય છે. પરંતુ તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમા એક વિદ્યાર્થીનીએ શાળા ગણવેશની જગ્યાએ એવા…

દુનિયાની તમામ શાળાનો એક અલગ ગણવેશ હોય છે. શાળાના નિયમો મુજબ તેને પહેરવો જરૂરી હોય છે. પરંતુ તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમા એક વિદ્યાર્થીનીએ શાળા ગણવેશની જગ્યાએ એવા વિચિત્ર કપડા પહેર્યા કે જેના કારણે તે ચર્ચામાં આવી ગઇ છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિદ્યાર્થીની બિકીની પહેરીને તેની શાળામાં પહોંચી છે. નેટીઝન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

શિક્ષક વર્ગમાં પ્રવેશતા જ થયા નારાજ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. આ વીડિયો કુલ એક મિનિટ 30 સેકન્ડનો છે. આ વિડીયોમાં વિદેશની એક શાળામાં એક વર્ગ છે. ક્લાસમાં બિકીની પહેરીને વિદ્યાર્થી આગળની હરોળમાં બેઠી જોવા મળે છે. વીડિયોમાં લેડી ટીચર વિદ્યાર્થીનીને બિકીની પહેરવા બદલ ઠપકો આપે છે. વાયરલ વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીનીને પૂછે છે, શું તારી માતા પણ આવા કપડા પહેરીને ઘરની બહાર જાય છે ? સ્કૂલ આવવા માટે આ યોગ્ય ડ્રેસ નથી. જેના પર વિદ્યાર્થીનીએ તેનો વિરોધ કરતા કહ્યું કે, ‘હું અહીં મારી બેગ અને પુસ્તકો સાથે ભણવા આવી છું, હું આગળની સીટ પર માત્ર ભણવા બેઠી છું, હું મારી મરજીથી આ ડ્રેસ પહેરીને આવી છું’.

વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરવામાં આવ્યો

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. થોડા જ કલાકોમાં 3500 થી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. આ વીડિયોને 4400થી વધુ લોકોએ જોયો છે. લગભગ 700 લોકોએ આ અંગે કમેન્ટ કરી છે. વળી, 600 થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. વીડિયો પર કમેન્ટમાં લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. કેટલાકે વિદ્યાર્થીની પર આરોપ લગાવ્યો છે તો કેટલાકે શિક્ષકનો પક્ષ લીધો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અન્ય વિદ્યાર્થીઓ પણ ક્લાસમાં બેઠા છે. જ્યારે કેટલાક લોકો ચુપચાપ બેઠા હોય છે, ત્યારે એક વિદ્યાર્થિની શિક્ષકને તેના અભ્યાસના નુકસાન વિશે કહેતી સાંભળી શકાય છે.

આ પણ વાંચો – શાકભાજી વેચનાર આ મહિલા એક અલગ જ અંદાજમાં પૈસા લેતા જોવા મળ્યા, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter