+

લો બોલો ! હવે Twitter યુઝરનો બાયોમેટ્રિક ડેટા કરશે કલેક્ટ

X (પહેલાનું ટ્વિટર) નો ઉપયોગ દુનિયાભરના લોકો કરે છે. જોકે, એ વાત પણ સાચી છે કે, જ્યારથી એલોન મસ્કના હાથમાં X આવ્યું છે ત્યારથી જ તેનો ખરાબ સમય શરૂ થઇ…

X (પહેલાનું ટ્વિટર) નો ઉપયોગ દુનિયાભરના લોકો કરે છે. જોકે, એ વાત પણ સાચી છે કે, જ્યારથી એલોન મસ્કના હાથમાં X આવ્યું છે ત્યારથી જ તેનો ખરાબ સમય શરૂ થઇ ગયો છે.  કારણ કે મસ્ક સતત તેમા ફેરફારો કરતા રહે છે. તાજેતરમાં ટ્વિટરનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું હતું, તેની સાથે લોગો પણ હટાવી દેવામાં આવ્યો છે. આ પછી ઘણા યુઝર્સ નામ બદલવાની ટીકા કરી રહ્યા હતા. હવે કંપનીએ પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. એક્સ કંપની માટે આ બહુ મોટો નિર્ણય હોઈ શકે છે. વાસ્તવમાં એવા ઘણા યુઝર્સ છે જેઓ પોતાનું નામ બદલીને ટ્વિટર ચલાવે છે. નવા નિર્ણયથી ઘણા લોકો પ્રભાવિત થઈ શકે છે. જાણો શું છે ટ્વિટરની નવી પ્રાઈવસી પોલિસી અને તેનાથી લોકોને કેવી રીતે ફાયદો થશે.

X યુઝરના બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરશે

નવી પ્રાઈવસી પોલિસી અનુસાર હવે ટ્વિટર યુઝરનો બાયોમેટ્રિક ડેટા કલેક્ટ કરશે. આમાં માત્ર ફિંગરપ્રિન્ટ જ નહીં પરંતુ એકાઉન્ટ બનાવતી વખતે યુઝર્સ દ્વારા આપવામાં આવતી તમામ માહિતીનો સમાવેશ થાય છે. આ સાથે નવી પોલિસી અનુસાર આધાર કાર્ડ, નોકરી, શિક્ષણ, ઈતિહાસ અને પોસ્ટની માહિતી પણ એકત્ર કરી શકાશે. તેનાથી યુઝર્સ અને કંપની બંનેને ફાયદો થઈ શકે છે.

નવી પોલિસી આ દિવસથી લાગુ થવા જઈ રહી છે

કંપની તરફથી માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, “નવી પોલિસી 29 સપ્ટેમ્બરથી અમલમાં આવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.” આ મુજબ, યુઝર્સની સંમતિ લીધા પછી જ બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવામાં આવશે. તેનો ઉપયોગ યુઝર્સની સુરક્ષા, સુરક્ષા અને ઓળખ માટે કરવામાં આવશે.”

ફેક આઈડી પર લગામ લાગી શકે છે

આ નવી પ્રાઈવસી પોલિસી ફેક આઈડી પર અંકુશ લગાવવા માટે કહેવામાં આવી રહી છે. આનાથી કોઈ તમારું આઈડી હેક કરી શકશે નહીં. જણાવી દઈએ કે પ્રીમિયમ યુઝર્સ આ પોલિસી હેઠળ પહેલાથી જ સરકારી ઓળખ આપીને તેમની આઈડી સુરક્ષિત કરી રહ્યા છે. પરંતુ હવે સામાન્ય યુઝર્સ પણ ટૂંક સમયમાં તેનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો – Elon Musk કરવા જઇ રહ્યા છે X માં ફેરફાર, Users ને મળશે આ ખાસ સુવિધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter