+

ટ્રેનમાંથી ચોરાયેલ ફોનને Google maps ની મદદથી શોધ્યો, ચોરને પણ ઝડપ્યા

આપણો કોઈ સામાન બજાર, કોઈ સ્ટેશન કે પછી અન્ય સ્થળ ઉપરથી સામાન ખોવાઈ જાય ત્યારે આપણને તેણે શોધવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આપણે તે ખોવાયેલ સામાનની શોધખોળ માટે ભટકવું…

આપણો કોઈ સામાન બજાર, કોઈ સ્ટેશન કે પછી અન્ય સ્થળ ઉપરથી સામાન ખોવાઈ જાય ત્યારે આપણને તેણે શોધવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આપણે તે ખોવાયેલ સામાનની શોધખોળ માટે ભટકવું પડતું હોય છે કે પછી આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ તો આપણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ જ્યારે પણ આપણો મોબાઈલ ફોન ખોવાઈ જાય છે ત્યારે મોટી સમસ્યા થતી હોય છે, કેમ કે ફોનમાં આપણો અંગત ડેટા હોય છે. ત્યારે તમિલનાડુના વ્યક્તિએ Google maps ની મદદથી ખોવાયેલ પાછો મેળવવામાં સફળતા મળી છે.

 

રાજ ભગત પલાનીચામી નામના વ્યક્તિએ ગૂગલ મેપ્સની મદદથી તેના પિતાનો ફોન ટ્રેનમાં ચોરાયેલો શોધી કાઢ્યો છે. તેઓ ચોરને પકડવામાં પણ સફળ રહ્યા છે. ચાલો જાણીએ રાજ ભગત પલાનીચામીએ આ કેવી રીતે કર્યું?

Google maps ની મદદથી ચોરાયેલો ફોન મળ્યો, ઘરમાંથી ચોર પણ ઝડપાયો

પલાનીચામીએ એક્સ પર આ ઘટનાને વિગતવાર સમજાવી છે. પલાનીચામીના જણાવ્યા અનુસાર, તેમના પિતા નાગરકોઈલ-કાચેગુડા એક્સપ્રેસના સ્લીપર કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન રાત્રે એક ચોર તેના પિતાની બેગ અને ફોન લઈને ભાગી ગયો હતો અને તિરુનેલવેલી જંકશન પર ટ્રેનમાંથી નીચે ઉતર્યો હતો.

સવારે લગભગ 3.51 વાગે પલાનીચામીના પિતાએ પલાનીચામીને ફોન કરીને કોઈનો ફોન માંગ્યો હતો. જ્યારે રાજ ભગતે ગુગલ મેપ ચેક કર્યો ત્યારે તેમને ખબર પડી કે ચોર ફોન લઈને મેલાપલયમની આસપાસ રેલવે ટ્રેક પર છે. આ પછી રાજ બીજી ટ્રેન પકડીને નાગરકોઈલ સ્ટેશન પહોંચ્યો. આ પછી રાજે તેના એક મિત્રને બોલાવ્યો જે સ્થાનિક અધિકારી છે. આ પછી નાગરકોઇલ રેલવે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ પછી લોકેશનના આધારે ચોર પકડાયો.

Google maps ની મદદથી ચોરનું સ્થાન કેવી રીતે શોધ્યું?

રાજ ભગત પલાનીચામીના પિતાના ફોનમાં ફેમિલી શેર ફીચર ચાલુ હતું. આ સુવિધાને ચાલુ કરીને, તમે તમારા પરિવારના સભ્યો સાથે તમારું રિયલ ટાઇમ સ્થાન કાયમ માટે શેર કરી શકો છો. ચોરે ફોન સ્વીચ ઓફ કર્યો ન હતો, જેનાથી રાજ ભગત પલાનીચામીને ફાયદો થયો અને લોકેશન શેરિંગ ફીચર ચાલુ હોવાથી તેણે ફોન પાછો મેળવ્યો. જો ચોરે ફોન સ્વીચ ઓફ કર્યો હોત તો ફોન ક્યારેય મળ્યો ન હોત. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે રાજ ભગત પલાનીચામી એક પ્રખ્યાત મેપર અને અર્થ ઓબ્ઝર્વેશન એક્સપર્ટ છે.

આ પણ વાંચો — કાળા માથાના માનવીએ અંતરિક્ષની પણ દશા બગાડી, Video થઈ રહ્યો છે વાયરલ

 

Whatsapp share
facebook twitter