ELECTRIC PLANE : અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે TECHNOLOGY દિવસે દિવસે અધ્યતન બનતી જાય છે. જેના કારણે નવા ગેજેટ્સ અને અધ્યયન ફીચર્સ વાળા વાહનો વિકસવા લાગ્યા છે. હવે નવી મળતી માહિતીના અનુસાર જાણવા મળ્યું છે કે, જર્મન કંપની લિલિયમે ELECTRIC PLANE બનાવ્યું છે. જી હા તમે સાચું જ વાંચી રહ્યા છો; અત્યાર સુધીમાં આપણે ઇલેક્ટ્રિક ટ્રેન વિશે સાંભળ્યું છે, આપણે કાર અને બાઇક વિશે પણ સાંભળ્યું છે. પરંતુ હવે ઇલેક્ટ્રિક પ્લેન બનાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

FILE IMAGE
વિગત સામે આવી રહી છે તેના અનુસાર, જર્મન કંપની લિલિયમે આ ઇલેક્ટ્રિક પ્લેન બનાવ્યું છે.આ પ્લેનની ડીલીવરી પણ વર્ષ 2026 ના વર્ષમાં શરૂ થવાની છે.આ ELECTRIC AIRCRAFT ની કેટલીક વિશેષ ખાસિયતો સામે આવી છે. સૌ પ્રથમ આ પ્લેન સંપૂર્ણપણે ELECTRIC છે. બીજી અગત્યની ખાસિયત જે આ AIRCRAFT ની હોવાની છે કે, આ ઈલેક્ટ્રિક પ્લેનને રનવેની જરૂર નથી અને તે હેલિકોપ્ટરની જેમ જમીન પરથી ઉડાન ભરી શકે છે. મળતી માહિતીના અનુસાર, તે હાલમાં એક જ ચાર્જમાં 175 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.તેની બેટરી ક્ષમતાની વાત કરીએ તો ટૂંક સમયમાં તે એક વાર ચાર્જ કરવા પર 1 હજાર કિલોમીટર સુધી ઉડી શકશે.હવે આ પ્લેનની કિમત 91 કરોડ રૂપિયા છે. મળતી જાણકારીના અનુસાર, જર્મનીની લિલિયમ કંપનીને સાઉદી અરેબિયામાંથી 100થી વધુ ઇલેક્ટ્રિક પ્લેનનો ઓર્ડર મળ્યો છે.
આ પણ વાંચો : New Space Suit Invented: વૈજ્ઞાનિકોએ Astronaut ની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ મેળવ્યો, વાંચો કેવી રીતે…