+

Jio Space Fiber : જંગલ હોય કે પહાડ હવે Internet ચાલશે સુપર ફાસ્ટ

Reliance Jio ભારતમાં મોબાઈલ ટેલિફોન, બ્રોડબેન્ડ સેવાઓ અને ડિજિટલ સેવાઓ પ્રદાન કરતી સૌથી મોટી કંપની છે. Jio ના આવ્યા પછી દેશમાં દરેક લોકો ઈન્ટરનેટને ખુલ્લા મને Use કરતા થયા છે.…

Reliance Jio ભારતમાં મોબાઈલ ટેલિફોન, બ્રોડબેન્ડ સેવાઓ અને ડિજિટલ સેવાઓ પ્રદાન કરતી સૌથી મોટી કંપની છે. Jio ના આવ્યા પછી દેશમાં દરેક લોકો ઈન્ટરનેટને ખુલ્લા મને Use કરતા થયા છે. ત્યારે હવે Reliance Jio એ ગ્રામીણ વિસ્તારોમાં સેટેલાઇટ-આધારિત ગીગાબીટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે JioSpaceFiber સેવાની જાહેરાત કરી છે. જે એવા દૂરના વિસ્તારોને જોડશે જ્યાં ફાઈબર કેબલ દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવી મુશ્કેલ છે.

Jio Fiber અને Jio Air Fiber પછી Jio Space Fiber કંપનીની ત્રીજી મોટી ટેક્નોલોજી

Jio ની આ સેવા ભારતના તે વિસ્તારોમાં હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ લાવવા માટે તૈયાર છે જ્યાં અગાઉ ઈન્ટરનેટ એક્સેસ મર્યાદિત અથવા અસ્તિત્વમાં નહોતું. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (Indian Mobile Congress 2023) માં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે Jio ની આ સ્પેશિયલ સર્વિસ ડિજિટલ માહોલમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ સેવા દેશભરમાં ખૂબ જ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. જિયોએ 27 થી 29 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું છે. Jio Fiber અને Jio Air Fiber પછી Jio Space Fiber કંપનીની આ ત્રીજી મોટી ટેક્નોલોજી છે. Jio આ નવી સેવાને સમગ્ર દેશમાં સસ્તું ભાવે ઉપલબ્ધ કરાવશે. SES કંપનીના સેટેલાઇટનો ઉપયોગ JioSpaceFiber દ્વારા દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવા માટે કરવામાં આવશે. એટલે કે Jio Space Fiber હવે ગમે ત્યાં અને ગમે ત્યારે વિશ્વસનીય મલ્ટિ-ગીગાબીટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. Jio Space Fiber પડકારરૂપ વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવા માટે નવીન અને અદ્યતન NGSO ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

Jio Space Fiber શું છે?

Jio Space Fiber ની મદદથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવા માટે SIS કંપનીના સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આ ગમે ત્યાં અને ગમે ત્યારે મલ્ટિ-ગીગાબીટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ એક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે, તેને દૂરના વિસ્તારોમાં લઇ જવા માટે Jio Space Fiber નવીન અને અદ્યતન NGSO ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આકાશ અંબાણીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં PM નરેન્દ્ર મોદીને નવી સેવાનો ડેમો બતાવ્યો. આ સેવા એલોન મસ્કની સ્ટારલિંકની જેમ કામ કરશે, જે સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પ્રદાન કરશે. આ સાથે, જ્યાં બ્રોડબેન્ડ અને એર ફાઇબર ઉપલબ્ધ નથી ત્યાં પણ ઇન્ટરનેટ ઝડપથી ચાલશે.

આકાશ અંબાણીએ શું કહ્યું?

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ JioSpaceFiber વિશે જણાવ્યું હતું કે, “તે લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઍક્સેસ કરવા સક્ષમ બનાવશે. આ નવી ઓફર એ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે કે દરેક વ્યક્તિ, ભલે તે ગમે ત્યાં હોય, સરકાર, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન જેવી આવશ્યક ઓનલાઈન સેવાઓની ગીગાબીટ-સ્પીડ ઍક્સેસ સાથે ડિજિટલ સોસાયટીમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ શકે. SES ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જ્હોન-પોલ હેમિંગવેએ Jio સાથેના સહયોગની પ્રશંસા કરી અને JioSpaceFiber વિશે કહ્યું, “આ અનોખા સોલ્યુશનનો ઉદ્દેશ્ય ભારતમાં કોઈપણ સ્થાન પર બહુવિધ ગીગાબીટ પ્રતિ સેકન્ડ ઈન્ટરનેટ થ્રુપુટ પ્રદાન કરવાનો છે.”

ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે ‘Jio Space Fiber’ ગ્રામીણ ભારતનો ચહેરો બદલવાની શક્તિ ધરાવે છે. સસ્તું, ભરોસાપાત્ર અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે જોડાવાથી, દૂરના વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. દૂરસ્થ સરકારી શાળાઓ સેટેલાઇટ કનેક્ટિવિટી દ્વારા ઇન્ટરનેટની દુનિયા સાથે જોડાઈ શકશે. શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે, તેમજ શિક્ષણમાં અસમાનતામાં ઘટાડો થશે. આ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ, રસીકરણ, પોષણ અને સમુદાય કલ્યાણ અંગેનો ડેટા વાસ્તવિક સમયમાં ઉપલબ્ધ થશે, જેથી સ્થાનિક સરકારો સાચા અને સચોટ નિર્ણયો લઈ શકશે.

આ પણ વાંચો – WhatsApp યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર, આ સ્માર્ટફોનમાં નહીં ચાલે મેસેજિંગ એપ

આ પણ વાંચો – ટુ વ્હિલર ચલાવતી વખતે Helmet પહેર્યું હશે તો પણ થશે દંડ, જાણો તેની પાછળનું કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter