+

શું WhatsApp તમારી વાતો સાંભળે છે? એલોન મસ્કે પણ કહ્યું કે ભરોસો ના કરાય

શું વોટ્સએપ તમારી વાતો સાંભળે છે? ઘણી વખત આપણે વાંચ્યું અને સાંભળ્યું છે કે ગૂગલ અને ફેસબુક બેકગ્રાઉન્ડમાં પણ આપણી વાતચીત સાંભળે છે. બેકગ્રાઉન્ડ એટલે કે જ્યારે તમે ફોનમાં આ…
શું વોટ્સએપ તમારી વાતો સાંભળે છે? ઘણી વખત આપણે વાંચ્યું અને સાંભળ્યું છે કે ગૂગલ અને ફેસબુક બેકગ્રાઉન્ડમાં પણ આપણી વાતચીત સાંભળે છે. બેકગ્રાઉન્ડ એટલે કે જ્યારે તમે ફોનમાં આ એપ્સનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ. આ કારણોસર, આપણે તે જાહેરાતો જોઈએ છીએ, જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શું WhatsApp પણ આવું કરે છે?
વોટ્સએપ યુઝર્સની વાતચીત સાંભળી રહ્યું છે
ટ્વિટર પર એવી ચર્ચા ચાલી રહી છે કે વોટ્સએપ યુઝર્સની વાતચીત સાંભળી રહ્યું છે.આમ તો વોટસએપ પોતાના પ્લેટફોર્મને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ બતાવે છે.ત્યારે સવાલ એ થાય છે કે તો પણ વોટસએપ આપણી વાતો સાંભળે છે? એક યુઝર્સે ટ્વિટ કર્યું છે કે તે જ્યારે સુતા હતા ત્યારે પણ વોટસએપ તેમના ફોનનો માઇક્રોફોન યુઝ કરી રહ્યું હતું.

એલોન મસ્કે પણ કહ્યું કે હવે વોટસએપ પર વિશ્વાસ ના કરી શકાય
યુઝરે એક સ્ક્રિન શોટ પણ શેર કર્યો છે જેમાં તેમણે દર્શાવ્યું છે કે ક્યારે ક્યારે વોટસએપ તેમના ફોનનો માઇક્રોફોન યુઝ કરી રહ્યું હતું. તેમના આ ટ્વિટને રિ ટ્વિટ કરીને એલોન મસ્કે પણ કહ્યું કે હવે વોટસએપ પર વિશ્વાસ ના કરી શકાય

વોટસએપ દ્વારા પણ પ્રતિક્રિયા અપાઇ
આ મામલે વોટસએપ દ્વારા પણ પ્રતિક્રિયા અપાઇ છે. કંપનીએ કહ્યું કે તે ટ્વિટર એન્જિનીયરના સંપર્કમાં છે તેમાં તેમણે પોતાના પિક્સલ ફોન સાથે પોસ્ટ કર્યું છે. અમારું માનવું છે કે આ સમસ્યા કોઇ બગના કારણે છે.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ
 કંપની હંમેશા પ્લેટફોર્મ પરની ચેટ્સ અને કૉલ્સને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ તરીકે વર્ણવે છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો અર્થ છે કે પ્રેષક અને પ્રાપ્તકર્તા વચ્ચેની કોઈ ત્રીજી વ્યક્તિ તેમના સંદેશા વાંચી કે જોઈ શકતી નથી. એટલે કે તમે જે પણ મેસેજ મોકલ્યો છે તે રિસીવરના ફોનમાં જ જોઈ શકાશે. કોઈ ત્રીજી વ્યક્તિ તે સંદેશાઓ જોઈ શકશે નહીં. કંપનીએ તેની વેબસાઈટ પર પણ આ અંગે માહિતી આપી છે.
એપ કેમ બિનજરૂરી રીતે માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે
કંપનીએ કહ્યું છે કે ગોપનીયતા અને સુરક્ષા અમારા ડીએનએમાં છે. આ કારણોસર, અમે અમારી એપ્લિકેશનમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઉમેર્યું છે. આના કારણે તમારા મેસેજ, ફોટો, વીડિયો, વોઈસ મેસેજ, ડોક્યુમેન્ટ, સ્ટેટસ અપડેટ અને કોલ કોઈ ખોટા હાથમાં નહીં જઈ શકે. જો કે આ બધા પછી પણ એપ કેમ બિનજરૂરી રીતે માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે તે જાણી શકાયું નથી.
માઇક્રોફોન અને કેમેરા જેવી પરમિશન પણ હટાવી શકો
જો તમે ઇચ્છો તો વોટ્સએપને આપવામાં આવેલી માઇક્રોફોન અને કેમેરા જેવી પરમિશન પણ હટાવી શકો છો. આ માટે તમારે ફોનના સેટિંગમાં જઈને માઈક્રોફોનની પરવાનગી સર્ચ કરવી પડશે. અહીં તમે જોઈ શકો છો કે તમે કઈ એપ્સને માઈક્રોફોનની પરવાનગી આપી છે અને તે એપ્સે કેટલી વાર તેનો ઉપયોગ કર્યો છે. અહીંથી તમે પરવાનગી દૂર કરી શકશો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter