+

ભારતની સૌથી નાની E-Car, સિંગલ ચાર્જમાં દોડશે આટલા કિમી

MG Comet EV એ સૌથી નાની ઈલેક્ટ્રિક કાર બનાવી છે. MG Motor ની આ કાર ગુજરાતના હાલોલમાં આવેલા પ્લાન્ટમાં બની છે. MG Motorએ ભારતીય માર્કેટમાં આ પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર…

MG Comet EV એ સૌથી નાની ઈલેક્ટ્રિક કાર બનાવી છે. MG Motor ની આ કાર ગુજરાતના હાલોલમાં આવેલા પ્લાન્ટમાં બની છે. MG Motorએ ભારતીય માર્કેટમાં આ પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર Comet EVને લોન્ચ કરી હતી. જોકે તેની કિંમત આવતીકાલે જાણવા મળશે.

કારની ખાસિયત

  • 4 સીટર MG Comet EVમાં બે દરવાજા છે.
  • લંબાઈ 2,974 mm, પહોળાઈ 1,505 mm, ઊંચાઈ 1,640 mm અને વ્હીલબેઝ 2,010 mm છે.
  • બ્લેક રૂફ સાથે એપલ ગ્રીન, અરોરા સિલ્વર, સ્ટારી બ્લેક, કેન્ડી વ્હાઇટ અને કેન્ડી વ્હાઇટમાં બ્લેક રૂફ કલરમાં ઉપલબ્ધ થશે.
  • કારની અંદર 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ.
  • કાર Wuling Air EV પર આધારિત છે.

Comet EV ભારતમાં જોવી મળતી સૌથી નાની કારમાંથી એક છે. આ પહેલા સૌથી નાની કારનું ટાઈટલ ટાટા નેનો પાસે હતું. ટાના નેનોની લંબાઈ લંબાઈ 3,099 mm હતી. કંપનીએ ગુજરાતમાં તેના હાલોલ પ્લાન્ટમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું છે.

બજેટ કાર તરીકે Comet EV દેશના ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. તે Tata Tiago EV, Tigor EV અને Citroen eC3 સાથે સીધી સ્પર્ધા કરશે. MG Comet EV 17.3 kWh બેટરી દ્વારા સંચાલિત છે. કંપનીનો દાવો છે કે આ કાર ફુલ ચાર્જ પર લગભગ 230 કિલોમીટરની રેન્જ કવર કરી શકે છે. દેશમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટાટાની Tiago EV છે, જેની કિંમત રૂ. 8.69 લાખ (એક્સ-શોરૂમ) છે. આવી સ્થિતિમાં, MG Comet EVની કિંમત ખરેખર ગેમ બદલી શકે છે.

આ પણ વાંચો : બિઝનેસ એન્વાયર્નમેન્ટમાં સિંગાપોરને ટક્કર આપે છે ભારત, 1 વર્ષમાં થયા મોટા સુધારા

Whatsapp share
facebook twitter