+

World Cup 2023 : ફાઈનલ મેચમાં Pitch નું કેવું રહેશે વલણ ? જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. જેને લઇને સૌ કોઇ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે.…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. જેને લઇને સૌ કોઇ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પણ શરૂઆતી 2 મેચને બાદ કરી દઇએ તો તે પછીની તમામ મેચ જીતવામાં સફળ રહી છે. આત્મવિશ્વાસથી ભરેલી બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રોમાંચથી ભરપૂર હશે તેમા કોઇ શંકા જ નથી. પણ કહેવાય છે કે, મેચમાં ટીમોનું કેવું પ્રદર્શન રહેશે તે પિચ પર નિર્ભર કરે છે. ત્યારે આવો જાણીએ અમદાવાદનું રવિવારે કેવું રહેશે વલણ…

ટીમ ઈન્ડિયા પાસે ત્રીજો વર્લ્ડ કપ જીતવાની છે તક

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19 નવેમ્બર, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેમની ત્રીજી ચેમ્પિયનશિપ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા રેકોર્ડબ્રેક છઠ્ઠા ખિતાબ માટે પ્રયાસ કરશે. જણાવી દઇએ કે, આ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં એક અવિશ્વસનીય ટૂર્નામેન્ટ હશે, જ્યાં જો ભારત જીતે છે, તો તે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની પ્રથમ જીત હશે અને વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા પછી, તે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવનારી બીજી ટીમ બની શકે છે. છેલ્લી વખત આ બંને ટીમો ફાઇનલમાં ટકરાયા હતા, ત્યારે ભારત 2003માં દક્ષિણ આફ્રિકામાં ખરાબ રીતે હારી ગયું હતું. આ મેચ જીતીને, ભારત ત્રણ કે તેથી વધુ વખત વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયા પછી બીજી ટીમ બની જશે. જોકે હાલમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે બે પોઈન્ટ પર બરાબરી પર છે. આ સિવાય ચાર વખત મેજબાની કર્યા બાદ ભારત પોતાની ધરતી પર બે વખત વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની જશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ હાઈ સ્કોરિંગ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ પછી ત્રણ મેચ લો સ્કોરિંગ રહી. આ પિચ સ્પિન માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સિવાય ઝડપી બોલરો નવા બોલથી વિકેટ લેવામાં સફળ થઈ શકે છે. અહીં ટોસ જીતનાર પ્રથમ બોલિંગ કરવાનો પ્રયાસ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંની ODI મેચોમાં સરેરાશ સ્કોરિંગ રેટ પ્રતિ ઓવર 5 રનથી ઓછો રહ્યો છે. ટીમ ઈન્ડિયાને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવું જરૂરી રહેશે.

વરસાદની શક્યતા કેટલી ?

રવિવારની ફાઈનલ મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી. જો કે ભેજનું પ્રમાણ 41 ટકા રહેવાનું છે. જ્યારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં ચાહકો માટે રાહતની વાત એ છે કે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ થઈ રહ્યું છે અને 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્લોઝ મેચ જોવા જઈ રહી છે.

 આ પણ વાંચો – Biography : Dhoni ના એક નિર્ણયે Rohit Sharma ની બદલી નાખી કારકિર્દી, જાણો કેવી રીતે

આ પણ વાંચો – World Cup 2023 : PCB ના અધ્યક્ષ ઝકા અશરફ અમદાવાદ પહોંચ્યા, વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોશે

આ પણ વાંચો – ICC WORLD CUP FINAL : જો ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નળશે તો કોણ થશે વિજેતા, ભારત કે ઓસ્ટ્રેલિયા ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

More in :
Whatsapp share
facebook twitter