+

WORLD CUP 2023 : હૈદરાબાદના સ્ટેડિયમમાં લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા, વિડીયો થયો ભારે વાયરલ

ભારત વર્ષ 2023ના ક્રિકેટ વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે ત્યારે વિશ્વ ભરની ક્રિકેટ ટીમો હાલ ભારતમાં આવેલી છે. આ સૂચિમાં પાકિસ્તાનનું પણ નામ શામેલ થાય છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ…

ભારત વર્ષ 2023ના ક્રિકેટ વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે ત્યારે વિશ્વ ભરની ક્રિકેટ ટીમો હાલ ભારતમાં આવેલી છે. આ સૂચિમાં પાકિસ્તાનનું પણ નામ શામેલ થાય છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ લગભગ સાત વર્ષ બાદ ભારતમાં ક્રિકેટ રમવા માટે આવેલ છે. ગઇકાલે પાકિસ્તાનની શ્રીલંકા સામેની મેચ હૈદરાબાદના સ્ટેડિયમ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં અચાનક પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગવાના શૂરું થઈ ગયા હતા. જો ભારતમાં પાકિસ્તાનના નારા લાગવા લાગશે તો તે ચોક્કસપણે તે મોટો મુદ્દો બની જશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકાએ આપેલા વિશાળ લક્ષ્યનો પીછો કરી રહી હતી. આ દરમિયાન મેદાન પર “જીતેગા ભાઈ જીતેગા પાકિસ્તાન જીતેગા” જેવા નારા લગાવવામાં આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

“જીતેગા ભાઈ જીતેગા પાકિસ્તાન જીતેગા” ના લાગ્યા નારા 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે પાકિસ્તાન તરફથી કોઈ પાકિસ્તાની સમર્થક મેચ જોવા આવ્યા હતા નહીં, કારણ કે ભારત સરકારે પાકિસ્તાનના કોઈ પણ વ્યક્તિને વિઝા આપ્યા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા લોકો ભારતીય હતા તે નિશ્ચિત છે. આ કારણે આ વિડીયોની ચર્ચા બધી જગ્યા ઉપર થઈ રહી છે.

પાકિસ્તાને શ્રીલંકા સામે સર્જ્યો નવો વિક્રમ 

આ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપના ઈતિહાસમાં આટલા મોટા ટાર્ગેટનો ક્યારેય સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો ન હતો, તેથી પાકિસ્તાનના વર્તમાન ફોર્મને જોતા શરૂઆતમાં આ લક્ષ્ય તેમના માટે અશક્ય લાગતું હતું. પાકિસ્તાની ઇનિંગ્સની શરૂઆતમાં ઇમામ-ઉલ-હક અને બાબર આઝમની વિકેટો પડ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે હવે પાકિસ્તાનની ટીમ આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતી શકશે નહીં.

રિઝવાને 131 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી

જો કે, આવું બન્યું ન હતું. જે બાદ ઓપનર અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાન વચ્ચે 176 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. આ બંને બેટ્સમેનોએ સદી ફટકારી અને રિઝવાને 131 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી અને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોરનો સફળતાપૂર્વક પીછો પણ કર્યો.

પાકિસ્તાન ટીમે હૈદરાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટાફને પાકિસ્તાન ટીમની જર્સી આપી

મેચ બાદ રિઝવાન અને બાબર આઝમે મેચ દરમિયાન તેમને સપોર્ટ કરવા બદલ હૈદરાબાદના લોકોનો આભાર માન્યો હતો અને પાકિસ્તાન ટીમે હૈદરાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટાફને પાકિસ્તાન ટીમની જર્સી આપી હતી, અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. જો કે હૈદરાબાદમાં ભારતીય લોકો દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં લગાવવામાં આવેલા સૂત્રોચ્ચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો — પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter