ભારત અને પાકિસ્તાન વચ્ચે 1992ના વર્લ્ડ કપ મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને ભારતીય વિકેટકીપર કિરણ મોરે વચ્ચેનો વિવાદ હજુ પણ ખૂબ ચર્ચામાં છે. જાવેદ મિયાંદાદે તે મેચમાં કિરણ મોરેને ચીડવવા માટે દેડકાને જેમ કૂદકા માર્યા હતા. 4 માર્ચ, 1992 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. આ ઘટનાને 31 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ જાવેદ મિયાંદાદ અને કિરણ મોરેની આ વિવાદાસ્પદ કહાની ઇતિહાસમાં નોંધાયેલી છે.
જાવેદ મિયાંદાદે ગુસ્સામાં દેડકાનીજેમ કુદવા લાગ્યો
પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે તે મેચમાં ગુસ્સામાં આવીને દેડકાની જેમ છલાંગ લગાવવા લાગ્યો હતો. જાવેદ મિયાંદાદ શું કરી રહ્યો હતો તે દર્શકો માની જ નહોતા શકતા. 4 માર્ચ, 1992 ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. કિરણ મોરે જાવેદ મિયાંદાદ સામે વિકેટની પાછળથી વારંવાર અપીલ કરી રહ્યો હતો. કિરણ મોરેના આ નિવેદનથી જાવેદ મિયાંદાદ ખૂબ ગુસ્સે થઈ ગયા. જાવેદ મિયાંદાદે જમ્પ કરીને કિરણ મોરેની સ્ટાઈલની નકલ કરી જેનાથી મેદાન પર તણાવ વધી ગયો.
1992 World Cup in Australia. At Sydney Harbour with the teams and their captains. The greatest all rounder is missing in the picture. Can you guess who? pic.twitter.com/JU0dPAyR2q
— Dr. (Hon) Mohammed Azharuddin (@azharflicks) February 23, 2022
આ વિવાદાસ્પદ ઘટના ઇતિહાસમાં નોંધાયેલી છે
બન્યું એવું કે આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી. મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાની હેઠળની આ ટીમે સચિન તેંડુલકરની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. 217 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને પ્રથમ બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી, પરંતુ આમિર સોહેલ અને જાવેદ મિયાંદાદે ટીમનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. આ પછી આમિર સોહેલ, સલીમ મલિક, વસીમ અકરમ અને કેપ્ટન ઈમરાન ખાન ઝડપથી આઉટ થઈ ગયા હતા, પરંતુ જાવેદ મિયાંદાદે એક છેડે છેડો પકડી રાખ્યો હતો.
he may be Martin Crowe.
pehli baar Azhar ko gussa me dekha. is world cup me Javed Miandad ne Monkey jump kiya tha voh bhi logon ko aaj tak yaad hai.
pic.twitter.com/tsvQK3QGrk
— Nadim Ahmed (@nadimahmed684) February 23, 2022
મિયાંદાદ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો
દરમિયાન, કિરણ મોરે જાવેદ મિયાંદાદ અને તેના સાથી ખેલાડીઓ સામે વધુ ઉત્સાહ સાથે અપીલ કરી રહ્યો હતો. જાવેદ મિયાંદાદે સચિન તેંડુલકરની તે ઓવરમાં મિડ-ઑફ પર શૉટ માર્યો અને રન માટે ઝડપથી દોડ્યો, પરંતુ જોખમને સમજીને તે ક્રિઝ પર પાછો ફર્યો. દરમિયાન, મોરે થ્રો પર બેલ્સ ઉડાવી દીધી, પછી મિયાંદાદ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો અને વિકેટની સામે દેડકાની જેમ કૂદી પડ્યો. અઝહર પણ અત્યંત ગુસ્સાના મૂડમાં અમ્પાયર પાસે પહોંચ્યો અને અમ્પાયરોએ સમજાવટથી મામલો ટાળી દીધો, પરંતુ વિવાદ યાદગાર બની ગયો. આ મેચમાં પાકિસ્તાનની ટીમ 49 મી ઓવરમાં 173 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી અને મેચ 43 રનથી ટીમ ઈન્ડિયાના હાથમાં ગઈ હતી. આ પછી પાકિસ્તાને આ વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ત્યારથી અત્યાર સુધી તે ICC ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવી શક્યું નથી.
આ પણ વાંચો : AAP સાંસદ સંજય સિંહના ઘરે ED ના દરોડા, સર્ચ ઓપરેશન ચાલુ