+

શું MS Dhoni નહીં રમે IPL 2024 માં ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

MS Dhoni : ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ IPL હવે નજીક છે. તે પહેલા જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે…

MS Dhoni : ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ IPL હવે નજીક છે. તે પહેલા જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ફેન્સને પરેશાન કરી શકે છે. જીહા, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સસ્પેન્સ વધારી દીધું છે. ધોનીએ સંકેત આપ્યો છે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. તેની આ પોસ્ટે ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે.

CSK ના કેપ્ટનની મોટી જાહેરાત

IPL 2024 22 માર્ચથી શરૂ થવાની છે, તે પહેલા લીગના સૌથી મોટા ખેલાડી MS Dhoni તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા (Social Media) પર ઓછા એક્ટિવ રહેતા ધોનીએ ફેસબુક (Facebook) પર આગામી IPL સીઝનમાં તેની નવી ભૂમિકા વિશે માહિતી શેર કરી છે. આ પછી સસ્પેન્સ હતું કે તેનો નવો રોલ શું હશે? ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘નવી સીઝન અને નવી ‘રોલ’ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!’ (Can’t wait for the new season and the new ‘role’. Stay tuned!) આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નથી. આવી સ્થિતિમાં ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે. જણાવી દઇએ કે, ધોની વિશે ઘણી વાર એવી ચર્ચા થાય છે કે આ સીઝન તેની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે. ધોનીની આ પોસ્ટ થોડીવારમાં જ વાયરલ થઈ ગઈ, જેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી. કોઈને લાગે છે કે ધોની ભલે એક ખેલાડી તરીકે મેદાનમાં ન આવે પણ માસ્ટર પ્લાનર હશે. વળી, ઘણા લોકોએ એવી સંભાવના વ્યક્ત કરી હતી કે ધોની ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા આવી શકે છે. જણાવી દઈએ કે CSKના ઓપનર ડેવોન કોનવે ઈજાના કારણે IPLના પહેલા તબક્કામાં નહીં રમે.

ચેન્નઇ સુપર કિંગ્સે પણ કરી પોસ્ટ

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન MS Dhoni ની આ પોસ્ટ પછી, દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે તે આગામી IPL સીઝનમાં ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. વળી, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ધોની સીઝનના મધ્યમાં નિવૃત્તિ લઈ શકે છે અને મેન્ટરની ભૂમિકામાં આવી શકે છે. આવી તમામ અટકળો ચાલી રહી છે. ધોનીની પોસ્ટ બાદ તેની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ મામલે એક પોસ્ટ શેર કરી છે. જ્યાં માહીએ લખ્યું કે, તે હવે IPLની નવી સીઝન અને તેના નવા ‘રોલ’ માં પ્રવેશવા માટે ખૂબ જ ઉત્સુક છે. તો CSKએ પણ તેની નવી ભૂમિકા પર એક પોસ્ટ શેર કરી છે.

ચેન્નઈને 5 વખત જીતાડ્યો IPL નો ખિતાબ

જણાવી દઈએ કે, MS Dhoni એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. જોકે, તે IPL માં હજું પણ રમી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ની ટીમ 5 વખત ખિતાબ જીતી ચુકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નઈની ટીમે ગત સીઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

આ પણ વાંચો – રાંચીનો યુવા પ્લેયર IPL પહેલા બન્યો અકસ્માતનો ભોગ, GT એ લગાવી હતી 3.6 કરોડની બોલી

આ પણ વાંચો – Gautam Gambhir એ રાજકારણમાંથી લીધો સંન્યાસ, જેપી નડ્ડા સાથે કરી વાત, PM મોદીનો પણ આભાર માન્યો…

આ પણ વાંચો – Kane Williamson Run out : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ 12 વર્ષમાં પહેલીવાર કરી આટલી મોટી ભૂલ, Video

More in :
Whatsapp share
facebook twitter