+

Ahmedabad માં રમાશે ICC World Cup ની ફાઈનલ મેચ, જાણો Narendra Modi Stadium માં અત્યાર સુધીનો શું રહ્યો છે ઈતિહાસ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (પૂર્વે મોટેરા સ્ટેડિયમ) એ ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ’, અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. તેની…

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (પૂર્વે મોટેરા સ્ટેડિયમ) એ ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ’, અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે. આ સ્ટેડિયમમાં ટેસ્ટ, વનડે અને T20 ક્રિકેટ મેચો રમાય છે. સ્ટેડિયમનું બાંધકામ 1983 માં થયું હતું અને 2006 માં તેનું સમારકામ થયું હતું. અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો નિયમિતપણ યોજાતી રહી છે. વર્ષ 2015 માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણરીતે તોડી પાડીને તેનું ફેબ્રુઆરી 2020 માં 800 કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું હતું.

ક્રિકેટ સિવાય અહીં ગુજરાત સરકારના કાર્યક્રમો પણ યોજાયા છે. 1987, 1996 અને 2011 ના ક્રિકેટ વિશ્વકપની રમતો અહીં યોજાઈ હતી. અહીંની પિચ સામાન્ય રીતે બોલરોનો ફેવરમાં રહી છે. વર્ષ 2020 સુધીમાં અહીં 12 ટેસ્ટ, 23 વનડે અને 1 T20 રમતો યોજાઈ ગઈ હતી. 24 ફેબ્રુઆરી 2021 ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં કરાયું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ત્રણ એન્ટ્રી પોઈન્ટ છે. તેમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ અને ચાર ડ્રેસિંગ રૂમ પણ છે. આ સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ નથી. તેમની જગ્યાએ સીલિંગ પર એલઇડી લાઇટ લગાવવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમની છત કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ ફર્મ વોલ્ટર પી મૂરે દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

ક્રિકેટ પિચ

સરદાર પટેલ સ્ટેડિયમના મેદાનને ગોળાકાર બનાવવામાં આવ્યું છે, એટલું જ નહીં, અહીં 11 અલગ-અલગ ક્રિકેટ પિચ પણ છે. આ પીચો ત્રણ પ્રકારની માટી (કાળી, લાલ અને બંનેનું મિશ્રણ)નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. સપાટીની વિવિધતાને કારણે, તમામ પ્રકારના બોલરો અહીં રમવાનો આનંદ માણે છે.

સૌથી મોટો પાર્કિંગ વિસ્તાર 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં 3000 કાર અને 10,000 ટુ-વ્હીલર આરામથી પાર્ક કરી શકાય છે. મોટેરા સ્ટેડિયમમાં આવતા દર્શકો માટે આ કદાચ મોટી રાહત છે, કારણ કે કેટલીકવાર ભીડને કારણે પાર્કિંગ મેળવવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, તમને સ્ટેડિયમમાં આ સુવિધા સરળતાથી મળી જશે.

મોટેરા સ્ટેડિયમમાં નોંધાયેલા રેકોર્ડ

  • 2009 માં મોટેરામાં જ સચિને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂર્ણ કર્યા હતા
  • મોટેરામાં જ સચિન તેંડુલકર પહેલો ક્રિકેટર બન્યો જેણે વન-ડેમાં 18 હજાર રન નોંધાવ્યા હોય
  • કપીલ દેવે કુલ 432 વિકેટ ઝડપી રિચર્ડ હેડલિનોનો રેકોર્ડ મોટેરા સ્ટેડિયમમાં તોડ્યો હતો
  • ઓક્ટોબર 1999 માં સચિને પોતાની કારર્કિદીની પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી
  • મોટેરામાં જ સચિને 2009 માં શ્રીલંકા સામે ક્રિકેટ કારર્કિદીના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા
  • સુનીલ ગાવસ્કરે 10 હજાર રન મોટેરા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પૂરા કર્યા હતા
  • એબી ડિવિલીયર્સે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી

મોટેરામાં ટેસ્ટ મેચ રેકોર્ડ
  • કુલ 36 વિકેટ સાથે અનિલ કુંબલેએ મોટેરામાં સૌથી વધુ વિકેટ ઝડપી છે
  • મોટેરામાં સૌથી વધુ રન કરનાર ખેલાડી રાહુલ દ્રાવિડ છે જેણે 771 રન ફટકાર્યા છે
  • વેન્કટપથી રાજુએ 1994 માં ટેસ્ટ મેચમાં સૌથી વધુ 11 વિકેટ ઝડપી હતી
  • દક્ષિણ આફ્રિકા સામે ભારતનો એક ઈનિંગનો સૌથી ઓછો સ્કોર 76 રન રહ્યો છે
  • 1983 માં કપીલ દેવે વેસ્ટઈન્ડિઝ સામે એક ઈનિંગમાં સૌથી વધુ 9 વિકેટ ઝડપી હતી
  • શ્રીલંકાના મહિલા જયવર્ધનેએ એક ઈનિંગમાં સર્વાધિક 275 રન ફટકાર્યા છે
  • શ્રીલંકાએ ભારત સામે એક ઈનિંગમાં સૌથી હાઈએસ્ટ 760 રન ફટકાર્યા હતા
IPL માં આ મેદાનનો ઈતિહાસ શું છે?
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 2021 ઈન્ડિયન પ્રીમિયર લીગની એક સીઝન દરમિયાન એક જ સ્થળે સૌથી વધુ 11 મેચો યોજી હતી, જે એક જ સ્થળ દ્વારા આયોજિત કરવામાં આવેલ સૌથી વધુ મેચ છે.
  • એપ્રિલ 2021 માં પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 240/3 નો સ્કોર આ મેદાન પર ટીમનો સર્વોચ્ચ સ્કોર છે.
  • IPL માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) દ્વારા મે 2012 માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે – દિલ્હી કેપિટલ્સ) સામે 132* રન હતો.
  • એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) એ IPLના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી વધુ રન (437) બનાવ્યા છે.
  • સંદીપ શર્મા (સનરાઇઝર્સ હૈદરાબાદ) એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL માં 18 વિકેટ લીધી છે, જે કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે.
  • એપ્રિલ 2019 માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રાજસ્થાન રોયલ્સનો 206/3 રનનો પીછો આ મેદાન પર સૌથી વધુ સ્કોર કરનાર IPL રન ચેઝ છે.
  • એપ્રિલ 2017 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર (49) IPL માં ટીમનો સૌથી ઓછો સ્કોર છે.
  • આ મેદાન પર એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ મારનાર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હતી, જેણે એપ્રિલ 2021 માં પંજાબ કિંગ્સનો સામનો કર્યો હતો અને 18 સિક્સ ફટકારી હતી.
  • IPL રેકોર્ડ ભાગીદારી: વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) એ મે 2016 માં ગુજરાત લાયન્સ સામે 229 રન બનાવ્યા હતા.
  • IPL ની સૌથી ઝડપી અડધી સદી: મે 2014 માં કોલકાતા નાઈટ રાઈડર્સના યુસુફ પઠાણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
  • ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) એ એપ્રિલ 2013 માં આ મેદાન પર પુણે વોરિયર્સ સામે માત્ર 30 બોલમાં IPL ની સૌથી ઝડપી સદી ફટકારી હતી.

શું છે સ્ટેડિયમની ખાસિયતોઃ
  • 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
  • ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે
  • સ્ટેડિયમમાં અંદાજે કુલ 1.32 લાખ લોકો મેચ જોઇ શકે છે
  • જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે
  • મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
  • કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
  • મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
  • મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
  • આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
  • વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
  • ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે

આ પણ વાંચો : Sports : ‘મોહમ્મદ શમીની ધરપકડ ન કરો…’ દિલ્હી પોલીસે મુંબઈ પોલીસને કેમ કરી આ વિનંતી?

Whatsapp share
facebook twitter