+

સોશિયલ મીડિયામાં RIP Pakistan થયું ટ્રેન્ડ, જાણો શું છે કારણ

RIP Pakistan : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં સતત ફેરફારો થઇ રહ્યા છે. એકવાર ફરી આવા જ કઇંક સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવા…

RIP Pakistan : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં સતત ફેરફારો થઇ રહ્યા છે. એકવાર ફરી આવા જ કઇંક સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવા ચીફ મળ્યા છે. મોહસિન નકવી (Mohsin Naqvi) ને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મેનેજમેન્ટ કમિટીના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે જ ઝકા અશરફે આ પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું હતું, ત્યારબાદ નકવી હવે તેમનું સ્થાન લેશે. મોહસિન નકવીની નિમણૂક પછી, RIP Pakistan સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું.

મેનેજમેન્ટની ખુરશી પર લાંબા સમય સુધી કોઈ રહેતું નથી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અંદર સતત બદલાવ જોવા મળી રહ્યો છે. મેનેજમેન્ટની ખુરશી પર લાંબા સમય સુધી કોઈ રહેતું નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સંદર્ભમાં, તાજેતરમાં અશરફના રાજીનામા બાદ, પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા નકવીને PCBના સંરક્ષક-ચીફ તરીકે નામ આપવામાં આવ્યું હતું. નકવીની નિમણૂકનું નોટિફિકેશન આજે જારી થઈ શકે છે. આગામી બે સપ્તાહમાં સીબીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મીડિયામાં સમાચાર આવ્યા બાદ તરત જ પત્રકારો સાથે વાત કરતા નકવીએ પણ તેમની નિમણૂકની પુષ્ટિ કરી હતી.

કોણ છે મોહસિન નકવી?

PCBના નવનિયુક્ત અધ્યક્ષ મોહસિન નકવી હાલમાં જાન્યુઆરી 2023થી પંજાબ પ્રાંતના કેરટેકર મુખ્યમંત્રી છે. પંજાબના વિપક્ષી નેતા હમઝા શાહબાઝે પ્રાંતીય એસેમ્બલીએ બે ઉમેદવારોના નામ આપ્યા હતા. આમાંથી એક નામ મોહસિન હતું. મોહસિન નકવી એક રાજકારણી હોવાની સાથે પાકિસ્તાનના એક મીડિયા ગ્રુપના માલિક છે. તેમની પાસે 6 ટીવી ચેનલો અને એક અખબાર છે. મોહસિન નકવીને 22 જાન્યુઆરીએ PCBના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે પાકિસ્તાનમાં પત્રકારો સાથે વાત કરતાં આ વાત સ્વીકારી હતી. 45 વર્ષીય નકવીએ કહ્યું કે તે પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદોને ઠીક કરવાનો પ્રયાસ કરશે. ક્રિકેટમાં કેટલાક સુધારા કરવા જરૂરી છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ નાખુશ

મોહસિન નકવીની નિમણૂકથી સોશિયલ મીડિયા પર ફેન્સ નાખુશ થયા છે. આ પછી, ઘણા લોકોએ એમ પણ કહ્યું કે વસ્તુઓ હવે ખરાબથી અતી ખરાબ તરફ જશે. ઘણા લોકોએ RIP Pakistan હેશટેગ સાથે પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો – Shoaib Malik Record : ત્રીજા લગ્ન શોએબને ફળ્યા ! T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો – Shoaib Malik Got Married : સાનિયા મિર્જા સાથે તલાકની અફવાઓ વચ્ચે શોએબે પાકિસ્તાની અભિનેત્રી સાથે કર્યા લગ્ન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter