+

NZ vs PAK : ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની જીતે આ ટીમને અપાવી સેમી ફાઈનલની ટિકિટ, જુઓ Point Table

ICC ODI World Cup માં આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 401 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદને કારણે…

ICC ODI World Cup માં આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 401 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઈનિંગ્સની 25.3 ઓવર નાખી શકાઈ અને મેચનું પરિણામ ડકવર્થ લુઈસ નિયમ (DLS) દ્વારા નક્કી કરવું પડ્યું. જેમા પાકિસ્તાને 21 રને જીત મેળવી હતી.

પાકિસ્તાનની ટીમ ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી

પાકિસ્તાને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વરસાદથી પ્રભાવિત મેચ 21 રને જીતી લીધી છે. પાકિસ્તાનને આ જીત ડકવર્થ લુઈસના નિયમ અનુસાર મળી છે. પાકિસ્તાનની ટીમ ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 401 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને 25.3 ઓવરમાં 200 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો અને પાકિસ્તાનને 21 રનના માર્જિનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ હાર બાદ કિવી ટીમ ચોથા સ્થાને યથાવત છે. વર્લ્ડ કપમાં આ તેની સતત ચોથી હાર છે. 8 મેચમાં ન્યૂઝીલેન્ડે 4માં જીત અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ અડધી સદીની ભાગીદારી કરીને ઇનિંગની શાનદાર શરૂઆત કરી

કિવિઓએ રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ અડધી સદીની ભાગીદારી કરીને ઇનિંગની શાનદાર શરૂઆત કરી હતી. કોનવે 35 રન બનાવી આઉટ થયો હતો. આ પછી વિલિયમસન અને રચિન રવિન્દ્રએ સદીની ભાગીદારી કરી ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. રચિને વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી અને 108 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન વિલિયમસન તેની સદી ચૂકી ગયો અને 92 રન બનાવી ઈફ્તિખાર અહેમદનો શિકાર બન્યો. તેની વિકેટ બાદ મિશેલ ચેપમેન અને ગ્લેન ફિલિપ્સે ઝડપી ઈનિંગ્સ રમી અને સ્કોર આગળ લઈ ગયો. પાકિસ્તાન તરફથી વસીમ જુનિયરે 3 વિકેટ ઝડપી હતી.

આ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી

પાકિસ્તાનની જીતનો સૌથી મોટો ફાયદો દક્ષિણ આફ્રિકાને મળ્યો છે. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. તેણે 7માંથી 6 મેચ જીતી અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. વાસ્તવમાં, હવે માત્ર 1 ટીમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાંથી બહાર ન થઈ શકે.

પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ ટેબલ આ પ્રમાણે થયો ફેરફાર

ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. ગ્રીન ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે. આ દરમિયાન તેણે ચાર મેચ જીતી છે, જ્યારે ચાર મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેના નામે આઠ પોઈન્ટ (0.036) છે. પાકિસ્તાન સામેની હાર બાદ કીવી ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડને તેની આઠ મેચોમાં ચાર જીત અને ચાર હારનો સામનો કરવો પડ્યો છે. કિવી ટીમના આઠ પોઈન્ટ (0.398) છે.

ભારત ટોચ પર

પોઈન્ટ ટેબલમાં યજમાન ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને છે. બ્લુ ટીમે તેની તમામ (સાત) મેચ જીતી છે. આ જ કારણ છે કે તે 14 પોઈન્ટ (2.102) સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટુર્નામેન્ટમાં હજુ ત્રણ મેચ બાકી છે. આ સિવાય ભારત અને આફ્રિકાએ બે-બે મેચ રમવાની છે જ્યારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની એક-એક મેચ બાકી છે. અન્ય ટીમોની પણ હજુ મેચો બાકી છે. આવી સ્થિતિમાં આવનારી મેચો ઘણી મહત્વની બની ગઈ છે.

આ પણ વાંચો – દિલ્હીના પ્રદૂષણની અસર હવે વર્લ્ડકપ ઉપર, દિલ્હીમાં મેચ પહેલા શ્રીલંકા ટીમે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો – લો બોલો! ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડા સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter