MI vs RR : IPL 2024ની 14મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (Mumbai Indians and Rajasthan Royals) ની ટીમો આમને-સામને જોવા મળી હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાઈ જેમા રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) શાનદાર જીત નોંધાવી છે. રાજસ્થાન રોયલ્સે આ મેચને 6 વિકેટે જીતી લીધી છે. આ પહેલા રાજસ્થાનની ટીમે ટોસ (Toss) જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે રાજસ્થાન માટે યોગ્ય સાબિત થયો હતો.
15.3 ઓવરમાં રોયલ્સે હાંસિલ કર્યો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાનના બોલરોની મક્કમ બોલિંગ સામે 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલને 3-3 સફળતા મળી, જ્યારે 2 વિકેટ નાન્દ્રે બર્જરના નામે હતી. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 126 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ટીમે 27 બોલ બાકી રહેતા હાંસિલ કર્યો હતો. રાજસ્થાન તરફથી રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી હતી. રિયાને 39 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી, તેની ઇનિંગ દરમિયાન રિયાને 5 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ દરમિયાન આકાશ માધવાલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં મુંબઈની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ થઇ હતી. રોહિત શર્મા (0) અને નમન ધીર (0) મેચની પહેલી જ ઓવરમાં ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયા હતા અને આ પછી પાવરપ્લેમાં ડિવાલ્ડ બ્રેવિસ (0) અને ઈશાન કિશન (16) પણ આઉટ થઈ ગયા હતા. અહીંથી રોયલ્સ ટીમે મુંબઈ પર પોતાની પકડ મજબૂત કરી અને તેને દબાણમાંથી બહાર આવવા ન દીધી. જેના કારણે તે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન જ બનાવી શકી હતી.
Match 14. Rajasthan Royals Won by 6 Wicket(s) https://t.co/XL2RWMGj1c #TATAIPL #IPL2024 #MIvRR
— IndianPremierLeague (@IPL) April 1, 2024
પોઈન્ટ ટેબલ પર ટોચ પર પહોંચી રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાનની ટીમ 125નો સરળ સ્કોર બનાવવા મેદાને ઉતરી ત્યારે મુંબઈની ટીમે પણ પાવરપ્લેમાં સંજુ સેમસન (12) અને યશસ્વી જયસ્વાલ (10)ને ઝડપી આઉટ કરીને મેચ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 48ના કુલ સ્કોર પર જોસ બટલરને આઉટ કરીને મેચમાં વાપસીનો માર્ગ પણ બનાવ્યો હતો. પરંતુ આ પછી મુંબઈની ટીમ આગામી 40 રનમાં કોઈ વિકેટ લઈ શકી ન હતી અને મેચમાંથી બહાર થઈ ગઈ હતી. આ તેમની સતત ત્રીજી હાર છે, જ્યારે રોયલ્સની સતત ત્રીજી જીત છે અને હવે તેઓ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
આ પણ વાંચો – DC vs CSK : મેચ ભલે દિલ્હી જીતી, પણ દિલ તો Dhoni જીતી ગયો
આ પણ વાંચો – IPL 2024, MI Vs RR : હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે પ્રથમ વખત મુંબઈમાં પ્રેક્ષકોનો સામનો કરશે…