ICC ODI World Cup ની 21મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે બંને ટીમો સામસામે છે. આ સમય દરમિયાન, કોના વિજય રથને કોણ રોકે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બંને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ચાર જીત સાથે અજેય રહી છે. જોકે, આજની મેચ ટીમ ઈન્ડિયા માટે સૌથી ખાસ રહેશે, કારણ કે 2019 માં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર્યું હતું જે એમ એસ ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. પરંતુ શું ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ થશે ખરા ? આ સવાલ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે.
આ શું જડ્ડુએ કેચ છોડ્યો ?
આજની મેચની સૌથી મોટી વાત એ છે કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસાપાત્ર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એક આસાન કેચ છોડ્યો હતો. જે બાદ જાડેજાના પત્ની રિવાબા જાડેજાનું રીએક્શન જોવા જેવું હતું. જણાવી દઇએ કે, ભારતના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. તેણે ઘણા શાનદાર કેચ પકડ્યા છે. ઘણી વખત તેણે એવા કેચ પણ લીધા છે જે અશક્ય લાગતા હતા. જોકે, જાડેજાએ હવે ખૂબ જ આસાન કેચ છોડ્યો છે, જેને જોઈને માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ તેની પત્ની રીવાબા જાડેજા પણ દંગ રહી ગયા હતા. રવિવારના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ 2023ની મેચમાં જાડેજાએ રચિન રવિન્દ્રને જીવતદાન આપ્યું હતું. રચિને આ જીવતદાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
Reaction of Rivaba Jadeja on Ravindra Jadeja’s drop catch. pic.twitter.com/9cLQxaVz8C
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2023
રીવાબાએ આપી આશ્ચર્યજનક પ્રતિક્રિયા
જાડેજાએ 11મી ઓવરના પાંચમા બોલ પર રચિનનો કેચ છોડ્યો હતો. આ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ફેંકી હતી. શમીએ ઓફ સ્ટમ્પની બહાર રચિનને લેન્થ બોલ ફેંક્યો હતો. રચિન તેને પોઈન્ટની તરફ કટ કર્યો હતો. જાડેજા પોઈન્ટ પર હાજર હતો અને તેણે ઘૂંટણ પર નમીને કેચ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ હાથના ઉપરના ભાગમાં વાગ્યો અને છૂટી ગયો. તે સમયે રચિન 12ના અંગત સ્કોર પર હતો. મેચ જોવા સ્ટેડિયમમાં આવેલી રીવાબાને વિશ્વાસ જ ન આવ્યો કે જાડેજાએ આટલો સરળ કેચ છોડ્યો અને તેની આશ્ચર્યજનક પ્રતિક્રિયા વાયરલ થઈ હતી.
#INDvsNZ
Ravindra jadeja wife after seeing Ravindra jadeja drop the catch of important wicket of Rachin Ravindra#INDvsNZ #NZvIND #CWC2023#jadeja #jaddu #SirJadeja #WorldCup23 pic.twitter.com/FoXBmtemUq
— the fighter Boy
(@the_fighter_Boy) October 22, 2023
ટીમ ઈન્ડિયાને મળ્યો 274 રનનો ટાર્ગેટ
મેચની વાત કરીએ તો, ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં ડેવોન કોનવેને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કોનવે ખાતું ખોલાવી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આપ્યો હતો. તેણે નવમી ઓવરમાં વિલ યંગને બોલ્ડ કર્યો હતો. યંગે 27 બોલમાં 17 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે 19ના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રચિન અને ડેરિલ મિશેલે બહાદુરીપૂર્વક બેટિંગ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી શમીએ 34મી ઓવરમાં રચિનને આઉટ કરીને તોડી હતી. રચિને 87 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 75 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને 274 રનનો ટાર્ગેટ આપ્યો છે.
આ પણ વાંચો – IND vs NZ : જાણો ટીમ ઈન્ડિયા માટે World Cup ફાઇનલથી પણ મહત્વની કેમ છે આજની મેચ
આ પણ વાંચો – વર્લ્ડકપમાં આજે ભારત- ન્યૂઝિલેન્ડ વચ્ચે ધર્મશાળામાં મહા-મુકાબલો, ફાસ્ટ બોલરો માટે અનુકુળ સાબિત થઇ છે અહીંની પીચ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે