+

IPL 2024 : ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત સાંભળી રોહિત થયો ભાવુક, કર્યું આ કામ

Rohit Reaction on Dhoni : આજથી ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે. જેમા બે સૌથી ફેવરિટ ટીમ RCB vs CSK આમને સામને જોવા મળશે. આ બંને ટીમના સ્ટાર ખેલાડીઓ…

Rohit Reaction on Dhoni : આજથી ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે. જેમા બે સૌથી ફેવરિટ ટીમ RCB vs CSK આમને સામને જોવા મળશે. આ બંને ટીમના સ્ટાર ખેલાડીઓ જેમ કે વિરાટ કોહલી (Virat Kohli) અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પોતાની ટીમોને જીત અપાવવા મેદાને ઉતરશે. જોકે, આ વર્ષે IPL ની શરૂઆત પહેલા ધોની (MS Dhoni) ને લઇને એક એવા સમાચાર આવ્યા કે જેણે CSK ફેન્સને ચોંકાવી દીધા. આ વર્ષે ધોની નહીં પણ ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)  હશે. આ સમાચાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પણ ચોંકી ગયો હતો. તેનું પણ એક રિએક્શન સામે આવ્યું છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.

Rohit Sharma ની ભાવુક પોસ્ટ

ચેન્નઈ સુપર કિંગ્સનો સૌથી અનુભવી અને સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે પોતાની ટીમને કેપ્ટન્સી નહીં કરે. જીહા, આ વાત હજુ પણ ફેન્સના સમજમાં નથી આવી રહી. ધોનીએ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લઇને ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. હવે રુતુરાજ ગાયકવાડ CSK ટીમનો નવો કેપ્ટન બન્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. ધોનીએ અચાનક કેપ્ટન્સી કેમ છોડી. હવે ધોનીની કેપ્ટન્સી છોડવા પર દિગ્ગજ ભારતીય ખેલાડી રોહિત શર્માની પ્રતિક્રિયા આવી છે. ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્મા ભાવુક થઈ ગયો છે. અત્યાર સુધીની IPL માં સૌથી સફળ કેપ્ટનની વાત કરવામાં આવે તો તે રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જ છે. આ બંનેએ પોતાની કેપ્ટનશિપમાં 5-5 વખત IPL ટ્રોફી જીતી છે.

રોહિત શર્માએ શેર કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ

ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેને જોઈને ફેન્સ ઘણા ઈમોશનલ થઈ રહ્યા છે. જેમાં તે એમએસ ધોની સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. તેણે હાથ મિલાવતા ઇમોજી પણ શેર કર્યા છે. તેની આ પોસ્ટ ચાહકોને પસંદ પણ આવી રહી છે. જણાવી દઇએ કે, આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. વિરાટ કોહલીએ 2021 પછી સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં આઈપીએલમાં કેપ્ટન તરીકે આ ત્રણ સ્ટાર ખેલાડીઓની કારકિર્દી ખતમ થઈ ગઈ છે.

CSK તરફથી જાડેજા પણ કરી ચુક્યો છે કેપ્ટન્સી

રોહિતની આ કહાની સ્પષ્ટપણે દર્શાવે છે કે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી કેપ્ટનશિપ છીનવી લીધા બાદ તે ખૂબ જ ભાવુક થઈ રહ્યો છે. રોહિતે જે હેન્ડશેક ઇમોજીનો ઉપયોગ કર્યો છે તે ઘણું બધું કહી જાય છે. ચાહકો તેના ઘણા અર્થ કાઢી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે રોહિત અને ધોનીએ એક જ સિઝનમાં કેપ્ટનશિપને અલવિદા કહી દીધું છે. બંનેએ પોતાની ટીમ માટે 5-5 IPL ટ્રોફી જીતી છે. બંને IPL રેકોર્ડની બરાબરી પર છે. જણાવી દઈએ કે આ પહેલા પણ એક વખત મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના દમ પર કેપ્ટનશીપ છોડી દીધી હતી. વર્ષ 2022માં પણ ધોનીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો, આ પછી ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે કેપ્ટન તરીકે સારો દેખાવ કરી શક્યો ન હતો, જેના કારણે જાડેજાએ પણ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને આ કેપ્ટન તરીકે તેને જવાબદારી સોંપવામાં આવી હતી ફરી એકવાર ધોનીએ સંભાળવું પડ્યું. હવે આ વર્ષે આ જવાબદારી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે.

ઋતુરાજ સંભાળશે CSK ની કમાન

ભારત માટે 6 ODI અને 19 T20 મેચ રમનાર ઋતુરાજ 2020માં CSK સાથે જોડાયો અને 5 વખતની IPL ચેમ્પિયન ટીમ માટે 52 મેચ રમ્યો. ગયા વર્ષે ઋતુરાજે 16 મેચમાં 147.50 ની સ્ટ્રાઈક રેટથી 590 રન બનાવ્યા હતા. જણાવી દઇએ કે, IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. આ મેચમાં ફાફ ડુ પ્લેસિસ RCB માટે અને ઋતુરાજ ગાયકવાડ CSK માટે કેપ્ટનશિપ કરતા જોવા મળશે. ગાયકવાડે અગાઉ CSKની કેપ્ટનશિપ કરી નથી. તેણે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. તેમની કેપ્ટનશિપમાં જ ભારતીય ટીમે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ પણ વાંચો – CSK New Captain : CSKએ નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીની જગ્યાએ બન્યો આ કેપ્ટન

આ પણ વાંચો – ધોનીએ બોબી દેઓલને કર્યો મેસેજ અને કહ્યું “વો વાલી વિડિયો ડિલીટ કરના યાર”  

આ પણ વાંચો – IPL 2024 : નવા નિયમો સાથે શરૂ થવા જઇ રહ્યો છે ક્રિકેટનો મહાસંગ્રામ

Whatsapp share
facebook twitter