+

T20 વર્લ્ડકપ બાદ ભારત બનશે ઝિમ્બાબ્વેનું મહેમાન, જાણો શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં અત્યાર સુધી બે ટેસ્ટમાં ભારત અને ઇંગ્લૈંડ બંને 1 -1 મેચ જીતીને બરાબરી ઉપર છે. ત્યારે હવે ભારત અને…

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં અત્યાર સુધી બે ટેસ્ટમાં ભારત અને ઇંગ્લૈંડ બંને 1 -1 મેચ જીતીને બરાબરી ઉપર છે. ત્યારે હવે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીને ઝિમ્બાબ્વે હોસ્ટ કરવાનું છે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ T20 શ્રેણી T20 વર્લ્ડ કપ 2024 પછી રમાશે. 6 ફેબ્રુઆરીએ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ (BCCI) અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ શ્રેણીની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 6 જુલાઈ, 2024થી શરૂ થશે. આ શ્રેણીના આયોજનનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો અને બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.

ભારત અને ઝિમ્બાબ્વે T20 શ્રેણીનું પૂર્ણ શેડ્યૂલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આ T20 શ્રેણી જુલાઈ 2024 માં રમાશે. આ પહેલા ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. જે જૂનમાં શરૂ થશે. આ T20 સિરીઝનો સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે. આ શ્રેણીની તમામ મેચ હરારેમાં રમાશે.

પ્રથમ મેચ- 6 જુલાઈ (હરારે)

બીજી મેચ- 7 જુલાઈ (હરારે)

ત્રીજી મેચ- 10 જુલાઈ (હરારે)

ચોથી મેચ- 13 જુલાઈ (હરારે)

પાંચમી મેચ- 14 જુલાઈ (હરારે)

ઝિમ્બાબ્વે ચોથી વખત ટી-20 શ્રેણીની યજમાની કરશે

ઝિમ્બાબ્વે ચોથી વખત ભારત સામે ટી-20 શ્રેણીની યજમાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઝિમ્બાબ્વેએ વર્ષ 2010, 2015 અને 2016માં ભારતીય ટીમ સામે ટી-20 શ્રેણીની યજમાની કરી હતી. હવે ઝિમ્બાબ્વે ચોથી વખત ટી-20 શ્રેણીની યજમાની કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો — Rajkot : ભારત અને ઇંગ્લેન્ડની મેચ પહેલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું કરાશે નામકરણ

Whatsapp share
facebook twitter