+

IND vs NZ : ગૌતમનો બફાટ, કહ્યું – ‘વિરાટ કોહલી નથી ફિનિશર’

ICC ODI World Cup 2023 ની 21મી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.…

ICC ODI World Cup 2023 ની 21મી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. હવે ભારતના 10 પોઈન્ટ છે. વળી આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2019 માં મળેલી હાર કે જે ધોનીની અંતિમ મેચ હતી તેનો પણ બદલો લઇ લીધો છે. આ મેચનો હીરો મોહમ્મદ શમી અને વિરાટ કોહલી રહ્યા હતા. ખાસ કરીને ટાર્ગેટ ચેઝ કરતા વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. કહી શકાય કે તેણે એક ફિનિશરની ભૂમિકા ભજવી હતી. પણ આ અંગે ગૌતમ ગંભીરનું કઇંક અલગ જ માનવું છે. આવો જાણીએ શું કહે છે ગૌતમ ગંભીર…

વિરાટ કોહલીને ફિનિશર ન કહો : ગૌતમ ગંભીર

રવિવારે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 21 મેચ રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જણાવી દઇએ કે, વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. વિરાટે ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ભલે વિરાટ કોહલી પોતાની સદી પૂરી ન કરી શક્યો, પરંતુ તેણે 95 રનની ઈનિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. હવે વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરતી વખતે પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે ફરી એકવાર વિરાટ કોહલી વિશે કંઈક એવું કહ્યું જે ચાહકો પચાવી શક્યા નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ મેચમાં સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરતી વખતે ગૌતમ ગંભીરે કહ્યું, “તમે વિરાટ કોહલીને ફિનિશર ન કહી શકો, જે જીતવા માટે છેલ્લો રન બનાવે છે તે ફિનિશર છે અને ફિનિશર 11મો ખેલાડી અને ઓપનિંગ બેટ્સમેન પણ હોઈ શકે છે. ” પણ વિરાટ કોહલી એક માસ્ટર ચેઝર છે અને મેચ જીતવા માટે અંત સુધી ટકી રહે છે.”

વિરાટ સદી ચૂકી ગયો

વિરાટ કોહલી ભલે આ મેચમાં સદી ચૂકી ગયો હોય પરંતુ તેણે 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં વિરાટ કોહલી માટે અંત સુધી ટકી રહેવું ખૂબ જ જરૂરી હતું અને તેણે એવું જ કર્યું. જોકે, ટીમને જીતની ઉંબરે લાવ્યા બાદ વિરાટ કોહલી આઉટ થયો હતો. જ્યારે તેની સદી 5 રનથી ઓછી પડી ત્યારે દર્શકો પણ ખૂબ નિરાશ દેખાતા હતા. વિરાટના નામે આ વર્લ્ડ કપમાં હવે 3 અડધી સદી અને એક સદી છે. જો વિરાટે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હોત તો તે સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી લેત. પરંતુ આ માટે તેઓએ થોડી વધુ રાહ જોવી પડશે.

ભારત 4 વિકેટે જીત્યું

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 273 રન બનાવ્યા હતા. 274 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને જીત સુધી વિરાટ કોહલીએ લઇ ગયો હતો. જોકે, આ દરમિયાન તે પોતાની સદી કરતા ચુકી ગયો હતો. કોહલી જ્યારે આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાને જીત માટે માત્ર 5 રનની જરૂર હતી. જડ્ડુ અને શમીએ બાકીના રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જણાવી દઈએ કે, ભારતે છેલ્લે 2003માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, ત્યારથી ભારત સતત ન્યૂઝીલેન્ડ સામે હારી રહ્યું છે. જણાવી દઇએ કે, 22 ઓક્ટોબરે ભારતીય ટીમે 20 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. મોહમ્મદ શમીએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ શમીને તક આપવામાં આવી હતી. આ મેચમાં શમીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો – World Cup 2023 : મોહમ્મદ શમી અને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, India vs New Zealand મેચમાં બન્યા આ રેકોર્ડ્સ…

આ પણ વાંચો – IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ભારતની 4 વિકેટથી જીત,2019 વર્લ્ડ કપનો બદલો લીધો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter