+

IND vs ENG, Rajkot Test : ત્રીજી મેચ પહેલા મુશ્કેલીમાં આવી Team India

Rajkot Test : ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ (Test Series) ની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ (Rajkot) માં રમાવાની છે. તે પહેલા ભારતીય ક્રિકેટ…

Rajkot Test : ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ (Test Series) ની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ (Rajkot) માં રમાવાની છે. તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) ને વધુ એક મોટો ઝટકો પડ્યો છે. આ ઝટકો સ્ટાર ખેલાડી કેએલ રાહુલે  (KL Rahul) આપ્યો છે. ઈજાથી પરેશાન રાહુલ ત્રીજી ટેસ્ટ મેચ (Third Test Match) માં પણ નહીં રમે. આ પહેલા ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત (Injured) થયો હતો, જેના કારણે તે બીજી ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. જોકે, તે ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવા માટે સંપૂર્ણપણે ફિટ છે. પણ ત્રીજી મેચમાં રાહુલની ગેરહાજરી ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે.

કેએલ રાહુલ Rajkot Test નહીં રમી શકે

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ 5 મેચની ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. શનિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં કેએલ રાહુલના નામની આગળ એક સ્ટાર હતો, જેનો અર્થ છે કે મામલો તેની ફિટનેસ પર આધારિત હતો. હવે સોમવારે મીડિયા રિપોર્ટમાં મોટી માહિતી સામે આવી છે કે કેએલ રાહુલ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. આટલું જ નહીં રાહુલની જગ્યાએ અન્ય યુવા ખેલાડીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. વળી, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રાહુલ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ફિટ છે કે નહીં.

ચોથી ટેસ્ટ સુધીમાં ફિટ થઇ જશે રાહુલ

ક્વાડ્રિસેપની ​​ઈજાને કારણે રાહુલ વિશાખાપટ્ટનમમાં બીજી મેચ રમ્યો ન હતો. તેને ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, BCCI એ એમ પણ કહ્યું હતું કે, ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ રાહુલને રમાડવામાં આવશે. બોર્ડે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “કે એલ રાહુલે 90 ટકા મેચ ફિટનેસ હાંસલ કરી લીધી છે. BCCI ની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તે સારી રીતે આગળ વધી રહ્યો છે. તે ચોથી અને પાંચમી ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ થવા માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે તેની રિકવરી પ્રક્રિયા ચાલુ રાખશે. તે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે ત્યાં ગયો છે. તે ટીમ ઈન્ડિયા સાથે રાજકોટ ગયો નથી. ટીમ મેનેજમેન્ટને આશા છે કે રાહુલ ચોથી ટેસ્ટ સુધીમાં ફિટ થઈ જશે. રવિન્દ્ર જાડેજાને મેડિકલ ટીમ તરફથી આગામી ટેસ્ટ મેચમાં રમવાની પરવાનગી મળી ગઈ છે. આગામી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે.

રાહુલની જગ્યાએ કોને મળી એન્ટ્રી?

જણાવી દઈએ કે એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ હવે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ દેવદત્ત પડિકલને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. આ માહિતીને હજુ સુધી BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ આ માહિતી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે, જે બાદ રાહુલ રાજકોટ ટેસ્ટમાંથી બહાર રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે. કેએલ રાહુલને જાંઘની સમસ્યા હતી જેના કારણે તે બીજી ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ એ જ ગ્રોઈન ઈન્જરી હતી જેના કારણે રાહુલ ઘણી મુશ્કેલીમાં હતો અને સર્જરી કરાવવા માટે વિદેશ પણ ગયો હતો.

તાજેતરમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણીની છેલ્લી 3 ટેસ્ટ મેચો માટે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. તેમાં વિરાટ કોહલીનું નામ નહોતું, જેણે અંગત કારણોસર બ્રેક લીધો છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કહ્યું હતું કે રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજા બાદ પરત ફરી રહ્યા છે. તેમણે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે, તો જ તે મેચ રમી શકશે.

આ પણ વાંચો – GLPL : ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો – AUS vs WI : રન આઉટ હોવા છતા એમ્પાયરે બેટ્સમેનને ન આપ્યો આઉટ, જાણો કેમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter