Rohit Sharma : ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નામે ક્રિકેટમાં ઘણા રેકોર્ડ છે. સૌથી વધુ વખત બેવડી સદી ફટકારનારા વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા એક સારા કેપ્ટન પણ છે. રોહિત T20I મેચમાં 14 મહિના બાદ પરત ફર્યો છે. તેણે પોતાની અંતિમ T20I મેચ T20 World Cup 2024 માં રમી હતી. હવે તેણે T20માં વાપસી કરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે એક ખાસ બાબતમાં ભારતના તમામ કેપ્ટનને પાછળ છોડી દીધા છે. જીહા, તેણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને પણ આ મામલે પાછળ છોડી દીધા છે.
રોહિતના નામે નોંધાયો રેકોર્ડ
14 મહિના પછી T20I માં ભારતની કમાન સંભાળી રહેલો રોહિત શર્મા (Rohit Sharma) હવે T20I માં ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી વૃદ્ધ કેપ્ટન બની ગયો છે. તે 36 વર્ષ 256 દિવસની ઉંમરે ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા શિખર ધવન ભારતીય T20 ટીમનો સૌથી વૃદ્ધ કેપ્ટન હતો. તેણે 35 વર્ષ 236 દિવસની ઉંમરે T20I ટીમની કેપ્ટનશીપ કરી હતી.
T20Iમાં ભારતના સૌથી વૃદ્ધ કેપ્ટન
36 વર્ષ 256 દિવસ- રોહિત શર્મા
35 વર્ષ 236 દિવસ- શિખર ધવન
35 વર્ષ 52 દિવસ- મહેન્દ્ર સિંહ ધોની
33 વર્ષ 3 દિવસ- વિરાટ કોહલી
આ ખાસ યાદીમાં પણ મોખરે છે
ભારત માટે સૌથી વધુ T20I મેચ રમનાર ખેલાડી પણ રોહિત શર્મા છે. તે ભારત માટે તેની 149મી T20 મેચ રમી રહ્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીએ 115 T20I મેચ રમી છે. જ્યારે, એમએસ ધોનીએ 98 T20I મેચ રમી હતી. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ 92 T20I મેચો અને ભુવનેશ્વર કુમારે 87 T20I મેચ રમી છે.
આ ખેલાડીઓ ભારત માટે સૌથી વધુ T20I મેચ રમી
રોહિત શર્મા- 149 T20 મેચ
વિરાટ કોહલી- 115 T20 મેચ
એમએસ ધોની- 98 T20I મેચો
હાર્દિક પંડ્યા- 92 T20 મેચ
ભુવનેશ્વર કુમાર- 87 T20 મેચ
રોહિત શર્મા શૂન્ય પર આઉટ
14 મહિના પછી મેદાન પર આવેલો રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે એક પણ રન બનાવી શક્યો નહોતો અને શૂન્ય પર રનઆઉટ થયો હતો. તેણે બીજી ઇનિંગના બીજા બોલ પર શોટ ફટકાર્યો અને રન બનાવવા માટે દોડ્યો, પરંતુ શુભમન ગિલ રન ન દોડી શક્યો અને તે આઉટ થઇ ગયો. આ રીતે આઉટ થયા બાદ રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. રોહિત શર્મા T20I ક્રિકેટમાં છઠ્ઠી વખત રનઆઉટ થયો હતો.
આ પણ વાંચો – India vs Afghanistan : આ ટીમના ખેલાડીએ સૌથી વધુ ઉંમરે T20 માં કર્યું ડેબ્યૂ
આ પણ વાંચો – India vs Afghanistan, 1st T20I : આજે સીરિઝનો પ્રથમ મુકાબલો, મેચ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ