+

ધોનીએ બોબી દેઓલને કર્યો મેસેજ અને કહ્યું “વો વાલી વિડિયો ડિલીટ કરના યાર”  

BOBBY DEOL – DHONI VIRAL POST : બોબી દેઓલ અને એમએસ ધોની હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેની પાછળનું કારણ કોઈ ક્રિકેટ મેચ કે ફિલ્મ નથી. પરંતુ એક વાયરલ…

BOBBY DEOL – DHONI VIRAL POST : બોબી દેઓલ અને એમએસ ધોની હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેની પાછળનું કારણ કોઈ ક્રિકેટ મેચ કે ફિલ્મ નથી. પરંતુ એક વાયરલ ટ્વીટ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત. સમગ્ર બાબત બોબીના ટ્વીટ સાથે સંકળાયેલ છે. બોબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર એક પોસ્ટ શેર કરી છે. બોબીએ પોતાની આ ટ્વીટમાં એમએસ ધોની વિશે વાત કરી છે, જેના કારણે આ ટે ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.

બોબી દેઓલ - એમ એસ ધોની

બોબી દેઓલ – એમ એસ ધોની

બોબીના સોશિયલ મીડિયા અકાઉંટ x ની આ પોસ્ટમાં ધોનીનો એક મેસેજ છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે ભાઈ, પ્લીઝ તે વીડિયો ડિલીટ કરો. બોબીએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ લોકો તેને એક જ સવાલ પૂછી રહ્યા છે કે ધોની કયો વીડિયો ડિલીટ કરવાની વાત કરી રહ્યો છે.

ધોનીએ કહ્યું – “બોબી વો વાલી વિડિયો ડિલીટ કરના યાર”  

આપણે ઘણી વખત મિત્રોને ચીડવવા માટે ઘણા ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હોઈએ છીએ. ધોની અને બોબી દેઓલની આવી જ વાત બોબી અને ધોની વચ્ચે થઈ છે.

શું ધોની પણ આવા જ કેટલાક અજીબોગરીબ વીડિયો વિશે વાત કરી રહ્યો છે, જે તે નથી ઈચ્છતો કે કોઈ જુએ. ચીડવનારી વાત એટલા માટે પણ કહી શકાય કે બોબીએ હેશટેગમાં લખ્યું છે કે ધોનીએ મેસેજ મોકલ્યો તે સારું છે, નહીં તો તે વીડિયો વાયરલ કરવાનો હતો. સ્ક્રીનશોટ શેર કરતી વખતે બોબીએ કેપ્શનમાં લખ્યું, ‘ઠીક છે માહી ભાઈ, હું તેને કાઢી નાખીશ.’

ધોની અને બોબી ટૂંક સમયમાં એક કોમર્શિયલ એડમાં જોવા મળશે

વાસ્તવમાં ટૂંક સમયમાં બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ધોની સાથે કોમર્શિયલ એડમાં જોવા મળવાના છે. આ ટ્વીટ તે એડ માટે હોય શકે તેવું હાલ પૂરતું સામે આવી રહ્યું છે. બોબીની આ પોસ્ટ બાદ તમામ ફેન્સ તેને પૂછતા જોવા મળી રહ્યા છે કે બોબી કયા વીડિયો વિશે વાત કરી રહ્યો છે.

આ પણ વાંચો : Elvish Yadav Case : સ્નેક વેનમ કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ, એલ્વિશ સાથે કનેક્શન…

 

Whatsapp share
facebook twitter