+

ક્રિકેટર Ravindra Jadeja ના પરિવારનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શન (all-rounder performance) થી નેશનલ ટીમમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ સાથે જડ્ડુ ફિલ્ડીંગમાં પણ પોતાનો જાદું બતાવતો…

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શન (all-rounder performance) થી નેશનલ ટીમમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ સાથે જડ્ડુ ફિલ્ડીંગમાં પણ પોતાનો જાદું બતાવતો રહ્યો છે. ઘણીવાર તેણે પોતાના દમ પર ટીમને જીત અપાવી છે. આ શાનદાર ખેલાડી ઘણા યુવા ખેલાડીઓ માટે એક આઈડલરૂપ છે. પણ કહેવાય છે કે જે લોકો સફળતાની સીમાએ પહોંચ્યા છે તે લગભગ તમામની એક એવી સાઈડ પણ હોય છે જેના કારણે તે બદનામ થાય છે. આવું જ કઇંક તાજેતરમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે જોવા મળી રહ્યું છે.

રવિન્દ્ર જાડેજાનો આંતરિક વિવાદ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આ દિવસોમાં ઈજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેમાંથી સાજો થઈ રહ્યો છે. 35 વર્ષીય જાડેજાએ એક દિવસ પહેલા (ગુરુવારે) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા. દરમિયાન, શુક્રવારે તે અચાનક ચર્ચામાં આવી ગયો, જ્યારે તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા (Anirudh Singh Jadeja) એ તેના વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી. હાલમાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (All-rounder Ravindra Jadeja) ના પિતાનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તે પોતાની પુત્રવધૂ અને ભાજપ ધારાસભ્ય રીવાબા જાડેજા (BJP MLA Rivaba Jadeja) પર ગંભીર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહનું કહેવું છે કે તેમનો પુત્ર તેમની પત્નીના કારણે પરિવારથી અલગ થઈ ગયો છે. જોકે થોડા કલાકો બાદ આ ઈન્ટરવ્યુ અંગે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની પ્રતિક્રિયા સામે આવી છે. જાડેજાએ આ ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાતને અર્થહીન અને ખોટી ગણાવી છે. આ ઈન્ટરવ્યુને સ્ક્રિપ્ટેડ ગણાવતા તેણે ચાહકોને તેની અવગણના કરવાની પણ અપીલ કરી છે.

રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું?

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ તેના પિતા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ બેટ્સમેન અને તેની પત્ની પર અનેક આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, જાડેજા મારી સાથે વાત કરતો નથી. તે લગભગ 5 વર્ષથી અલગ રહે છે. જાડેજાના પિતાએ આવા જ અનેક આક્ષેપો કર્યા છે. આ પછી રવિન્દ્ર જાડેજાએ પણ તરત જ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જડ્ડુએ કહ્યું કે, મારા પિતાએ ઈન્ટરવ્યુમાં જે પણ કહ્યું છે તે બાબતો પાયાવિહોણી છે. એ વાતોનો કોઈ અર્થ નથી. હું આ બધી બાબતોનો અસ્વીકાર કરું છું. તેમણે જે પણ કહ્યું તે એકતરફી વાત છે. તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, પરંતુ બીજી બાજુથી કંઈ રજૂ કર્યું નથી. આ બધી વાતો પાયાવિહોણી છે. તેણે વધુમાં કહ્યું કે મારા પિતાએ મારી ગોડમધરની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. હું તેની નિંદા કરું છું. મારે પણ ઘણું કહેવું છે, પરંતુ હું આ બાબતોને સાર્વજનિક કરવા માંગતો નથી. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનું નિવેદન લખીને પોસ્ટ કર્યું છે.

જાડેજાના પિતાએ શું કહ્યું હતું ?

Jaddu ના પિતાએ જણાવ્યું કે તે જામનગરમાં 2 BHK ફ્લેટમાં એકલા રહે છે. તેને 20 હજાર રૂપિયાનું પેન્શન મળે છે અને તેના પર તેઓ જીવે છે. એક સમય હતો જ્યારે જાડેજા પણ તેની સાથે રહેતો હતો, પરંતુ હવે બંને વાત પણ કરતા નથી. જો મેં મારા પુત્રને ક્રિકેટર ન બનાવ્યો હોત અને મારા પુત્રના લગ્ન કર્યા ન હોત તો સારું થાત. જો મેં જાડેજાના લગ્ન ન કરાવ્યા હોત તો મારે આજે આ દિવસ જોવો ન પડત. જાડેજાના પિતાનું નિવેદન સોશિયલ મીડિયા પર જંગલમાં લાગાલી આગની જેમ ફેલાઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ જાડેજા વિશે સારું અને ખરાબ કહેવા લાગ્યા છે. તેમણે આગળ કહ્યું કે, રવીન્દ્રને ક્રિકેટર બનાવવા માટે મે ઘણી મહેનત કરી હતી. મેં ચોંકીદાર તરીકે કામ કર્યું. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. નયનાબાએ મારા કરતાં પણ વધુ મહેનત કરી. તેઓ આગળ કહે છે કે, ‘રીવાબા તેના માતા-પિતાની એકમાત્ર દીકરી છે. એ લોકોને રવિન્દ્રની જરૂર નથી, તેમને માત્ર પૈસાની ચિંતા છે. અમને તેની જરૂર પણ નથી. મારી પાસે ખેતર અને પેન્શન છે. હોટેલ (Jaddus) પણ અમારી છે, જેનું સંચાલન અમારી દીકરી નયનાબા કરે છે.

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો. તેના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં રીવાબા સાથે થયા હતા. જાડેજા હાલમાં જ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં તેને ઈજા થઈ હતી જેના કારણે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાના પત્ની રીવાબા જાડેજા હાલમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેણી 8 ડિસેમ્બર 2022 ના રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આ પણ વાંચો – બોલર પણ જેની સામે બોલિંગ કરતા ડરે છે, તે Universe Boss T20 ટૂર્નામેન્ટમાં કરશે પુનરાગમન

આ પણ વાંચો – AUS vs PAK Semifinal : ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાની વધુ એક તક, સેમીફાઈનલમાં પાકિસ્તાનની હાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter