+

BCCI હવે બદલી શકે છે TEST CRICKET નો ચહેરો, લઈ શકે છે આ મોટો નિર્ણય

ટેસ્ટ ક્રિકેટ ચોક્કસપણે ક્રિકેટની ગેમનું સૌથી પડકારજનક ફોર્મેટ છે. એક સમય હતો જ્યારે ટેસ્ટ ક્રિકેટની વેલ્યુ ખૂબ જ વધારે હતી. હવે WTC ના કારણે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ ખૂબ જ વધ્યો…

ટેસ્ટ ક્રિકેટ ચોક્કસપણે ક્રિકેટની ગેમનું સૌથી પડકારજનક ફોર્મેટ છે. એક સમય હતો જ્યારે ટેસ્ટ ક્રિકેટની વેલ્યુ ખૂબ જ વધારે હતી. હવે WTC ના કારણે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ ખૂબ જ વધ્યો છે. પરંતુ મોટાભાગના પ્લેયર્સ આ ફોર્મેટમાં ભાગ લેવાથી દૂર પણ રહેતા હોય છે. તાજેતરના સમયમાં ઘણા ખેલાડીઓ પોતાને લાલ બોલની ક્રિકેટથી દૂર રાખતા અને આઈપીએલ માટે પોતાને બચાવતા જોવા મળ્યા છે. ટેસ્ટ ક્રિકેટ કરતાં IPL ને પ્રાધાન્ય આપતા ખેલાડીઓના આ વિચારને ધ્યાનમાં રાખીને, હવે BCCI પણ તેના એક નિર્ણયને અમલમાં મૂકી શકે છે, જેના હેઠળ ટેસ્ટ મેચોની ફીમાં વધારો થઈ શકે છે.

BCCI ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓનો પગાર વધારવાના મૂડમાં

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ટેસ્ટ રમી રહેલા ભારતીય ખેલાડીઓને મોટી ભેટ મળી શકે છે. મળતી માહિતી અનુસાર  BCCI ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓનો પગાર વધારવાના મૂડમાં છે. આ મોટા સમાચાર એવા સમયે આવી રહ્યા છે, જ્યારે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પર મહોર મારી દીધી છે. આ ઉપરાંત, આ પગલું ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના BCCIના ઉદ્દેશ્ય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.

હાલમાં મળે છે 15 લાખ રૂપિયા 

પ્રાપ્ત અહેવાલો અનુસાર જો નવા પગારના મોડલને મંજૂરી આપવામાં આવશે તો તેને IPL 2024 થી લાગુ કરવામાં આવશે તેવી શકયાતાઓ વર્તાઇ રહી છે. હાલમાં BCCI ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા આપે છે. જ્યારે તે ODI માટે 6 લાખ રૂપિયા ચૂકવે છે, તે T20 મેચ રમવા માટે ખેલાડીઓને 3 લાખ રૂપિયા આપે છે.

શું ઇશાન કિશનની બાબતના કારણે લેવાયો આ નિર્ણય 

એવું માનવામાં આવે છે કે ઇશાન કિશનની ટીમ મેનેજમેન્ટ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાના વારંવારના કોલને અવગણવાની ઘટનામાંથી બોધપાઠ લેતા બીસીસીઆઈએ ફરીથી ટેસ્ટ મેચ માટેના પગાર અંગે વિચારવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે લાંબા ફોર્મેટમાં રમવાની અવગણના કરીને ઈશાન કિશન પંડ્યા બ્રધર્સ સાથે આઈપીએલ રમવાની તૈયારીમાં વ્યસ્ત જોવા મળે છે.

આ પણ વાંચો — નામીબિયાના ખેલાડીએ બનાવ્યો આ UNBREAKABLE રેકોર્ડ, વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter