+

ઓસ્ટ્રેલિયન ખેલાડી David Warner એ દિવાળીની પાઠવી શુભકામનાઓ

આજે દિવાળીનો તહેવાર ભારતભરમાં ધૂમધામથી મનાવવામાં આવશે. ત્યારે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમના એક ખેલાડીએ આ ખાસ તહેવાર પર ભારતીઓ માટે એક મેસેજ શેર કર્યો છે. જીહા, અમે…

આજે દિવાળીનો તહેવાર ભારતભરમાં ધૂમધામથી મનાવવામાં આવશે. ત્યારે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમના એક ખેલાડીએ આ ખાસ તહેવાર પર ભારતીઓ માટે એક મેસેજ શેર કર્યો છે. જીહા, અમે અહી ડેવિડ વોર્નરની વાત કરી રહ્યા છીએ. જેણે પોતાના Instagram પર એક વીડિયો શેર કરીને ભારતવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

દિવાળીની પાઠવી શુભકામનાઓ

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે દિવાળીની સૌ ભારતીઓને શુભકામનાઓ પાઠવી છે. તે હર હંમેશ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ભારતીઓ માટે કોઇને કોઇ સંદેશ આપતા રહે છે અને આ રીતે તે તમામ ભારતીઓના દિલો પર રાજ કરે છે. આજે દિવાળીનો તહેવાર છે ત્યારે તેણે પોતાના ભારતીય ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. આ સાથે તેમની ત્રણ દિકરીઓએ પણ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ડેવિડ વોર્નરનો ભારત અને તેની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર હાલમાં ભારતમાં ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાના દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. અનુભવી ઓપનિંગ બેટ્સમેન આ ટૂર્નામેન્ટમાં ખૂબ સારા ફોર્મમાં છે. ડેવિડ વોર્નરે હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમાયેલી 9 મેચોમાં 499 રન બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન ડેવિડ વોર્નરનો ભારત અને તેની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તે ઘણીવાર બોલિવૂડ અને તમિલ ફિલ્મો પર આધારિત કેટલીક રસપ્રદ રીલ્સ બનાવીને ચાહકોને આકર્ષે છે. વોર્નર ચાહકોમાં તેના ભારત પ્રત્યેના પ્રેમ અને આકર્ષણને કારણે ખૂબ પ્રખ્યાત છે અને લગભગ તમામ ભારતીય ચાહકો ઓસ્ટ્રેલિયન ઓપનરને પસંદ કરે છે. તે નિશ્ચિતપણે ભારતમાં સૌથી વધુ પ્રિય વિદેશી ક્રિકેટર છે.

ત્રણ પુત્રીઓ પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળી રહી છે

દરમિયાન ભારતમાં 10 નવેમ્બરથી દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને આ અવસર પર ડેવિડ વોર્નરની દીકરીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બધા દિવાળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં દિગ્ગજ બેટ્સમેનની ત્રણ પુત્રીઓ પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, માત્ર વોર્નર જ નહીં પરંતુ તેની પત્ની અને ત્રણ દીકરીઓ પણ ભારતીય સંસ્કૃતિના પ્રેમમાં પડી ગયા છે અને હવે આ વીડિયોમાં આ ત્રણ સુંદર છોકરીઓ પરંપરાગત ભારતીય પોશાક પહેરીને લોકપ્રિય ગુજરાતી ટ્રેક ‘ખલાસી’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો – PAK vs ENG : અંતિમ મેચ હારી વતન પરત ફરશે પાકિસ્તાન, ઈંગ્લેન્ડે જીત મેળવી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બનાવી જગ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter