AUS vs WI : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, ODI અને T20 માં મેચોની સદી ફટકારનાર ખેલાડીઓની વાત કરીએ તો વોર્નર આવું કરનારો માત્ર ત્રીજો ખેલાડી છે. તેના પહેલા વિરાટ કોહલી (Virat Kohli) અને ન્યુઝીલેન્ડના રોસ ટેલર (Ross Taylor) એકમાત્ર એવા ખેલાડી છે જેમણે ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 મેચ રમી છે. આ સિવાય ડેવિડ વોર્નરે (David Warner) ક્રિકેટ ઈતિહાસમાં જે કોઇ ન કરી શક્યું તે કરી બતાવ્યું છે.
100 મેચ રમનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સમક્ષ T20 ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ ડેવિડ વોર્નર હવે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝ રમી રહ્યો છે. વોર્નરે વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર બેટિંગ કરી અને માત્ર 36 બોલમાં 70 રનની ઈનિંગ રમી. પરંતુ તે પહેલા જ્યારે તે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર વેસ્ટ ઈન્ડિઝ સામે તેની કારકિર્દીની 100મી T20 મેચ રમી રહ્યો છે. આ પછી તે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે. આ સિવાય વોર્નર ઓસ્ટ્રેલિયા માટે 100 T20 મેચ રમનાર માત્ર ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો છે.
A nice presentation before the first #AUSvWI T20I for David Warner ahead of his 100th game.
~ David Warner The T20I GOAT..!!! pic.twitter.com/d57GNWxkju
— Lalit Saini Cricket (@LalitSainiCrick) February 9, 2024
વોર્નર T20 ક્રિકેટમાં 100 અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો
જ્યારે ડેવિડ વોર્નરે T20 ઈન્ટરનેશનલ મેચમાં તેની 37મી અડધી સદી ફટકારી હતી, તો T20 ક્રિકેટમાં આ તેની 100મી અડધી સદી હતી. વોર્નર હવે આ ફોર્મેટમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોર્નર બાદ T20 ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદીની ઇનિંગ રમવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 91 વખત આ સિદ્ધિ મેળવી છે. ત્રીજા સ્થાન પર આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર યુનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ છે, જે T20 ફોર્મેટમાં 88 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે વોર્નર બાદ આ T20 ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ એરોન ફિન્ચના નામે છે જેણે 77 વખત આ કારનામો કર્યો છે.
David Warner in
100th Test – scored double century (v SA)
100th ODI – scored century (v IND)
100th T20I – scored half century (v WI)Only player with 50+ score in 100th Test, ODI and T20I.#AUSvWI pic.twitter.com/3xvoa5pGMf
— Kausthub Gudipati (@kaustats) February 9, 2024
પાકિસ્તાન સામે રમી હતી અંતિમ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે છેલ્લે પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી રમી હતી. જે બાદ તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ પહેલા વોર્નરે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, વોર્નરે તે સમયે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. વોર્નર T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા જોવા મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે વોર્નર T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટને અલવિદા કહી શકે છે.
વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરની કારકિર્દી શાનદાર રહી છે. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 112 ટેસ્ટ, 161 ODI અને 100 T20 મેચ રમી છે. જેમાં વોર્નરે 112 ટેસ્ટમાં 8786 રન બનાવ્યા છે. જ્યારે વોર્નરે 161 વનડેમાં 6932 અને T20માં 2964 રન બનાવ્યા છે. જણાવી દઈએ કે વોર્નર IPL 176 મેચ પણ રમી ચુક્યો છે. જેમાં તેણે 6397 રન બનાવ્યા છે. નોંધનીય છે કે આ ડાબા હાથના બેટ્સમેને તાજેતરમાં જ પાકિસ્તાન સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણી બાદ ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વોર્નર હવે ઓસ્ટ્રેલિયા માટે માત્ર T20 ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે. ચાહકો ઈચ્છે છે કે વોર્નરનું બેટ આ રીતે જ તોફાન મચાવતું રહે.
આ પણ વાંચો – ક્રિકેટર Ravindra Jadeja ના પરિવારનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
આ પણ વાંચો – બોલર પણ જેની સામે બોલિંગ કરતા ડરે છે, તે Universe Boss T20 ટૂર્નામેન્ટમાં કરશે પુનરાગમન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ