દેશમાં એક ઘટના બની-અયોધ્યામાં રામમંદિર Ayodhya Ram Mandir બન્યું, મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને લોકો માટે મંદિર ખુલ્લું મુકાયું.
આ જે ઘટના છે એ ઘટના ભલે દેખીતી રીતે સામાન્ય ઘટના લાગતી હોય, પણ આ ઘટના એક વિરલ ઘટના છે. તમે જુઓ તો ખરા, દેશ આખો આ પ્રસંગમાં સામેલ થયો. દેશવાસીઓએ રંગેચંગે અયોધ્યાના રામલલ્લાનો સ્થાપના દિવસ ઊજવ્યો અને એવો ઊજવ્યો કે દુનિયાભરનાં અખબારોએ નોંધ લેવી પડી. આ જે નોંધ લેવામાં આવી છે, આ જે સકારાત્મક નોંધ લેવામાં આવી છે એ દર્શાવે છે કે નરેન્દ્ર મોદીએ દેશની એ સંવેદનાને સાકાર કરી છે જે સંવેદના સર્વત્ર સનાતનીઓમાં ધબકતી હતી, પણ કોઈ એને સાંભળવા રાજી નહોતું, કોઈ એ ઝીલવા તૈયાર નહોતું.
એવું પણ નથી કે નરેન્દ્રભાઈએ આ આખી વાતને હવે સમજી હોય. ના, આ વાત તો સહજ રીતે સમજાયેલી હતી અને એટલે તો ૯૦ના દસકામાં અયોધ્યાયાત્રાનું સોમનાથથી પ્રદાન થયું હતું. એ યાત્રામાં નરેન્દ્રભાઈ મોદી એક કારસેવક માત્ર હતા, પણ તેમણે એ જ સમયથી નક્કી કરી રાખ્યું હતું કે કંઈ પણ થઈ જાય, મંદિર બનાવવું છે. આ જ તો કારણ હતું કે મંદિરનો મુદ્દો દરેક લોકસભા ઇલેક્શન સમયે મેનિફેસ્ટોમાં આવતો હતો અને એ ઉત્તરોત્તર આગળ વધતો હતો. કામ કરવાનો વાયદો કરવો અને કામ કરવાની તૈયારી દર્શાવી એ કામની દિશામાં આગળ વધવું એ બન્ને વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે. અહીં હું નાનકડો સુધારો કરીશ. અલમસ્ત હાથી અને માઈકાંગલા ટટ્ટુ વચ્ચે જે ફરક હોય એવો ફરક બની જાય છે, ખાસ ત્યારે જ્યારે વાત દુનિયાની દૃષ્ટિએ વિવાદિત કહેવાય એવી જગ્યાએ મંદિર બનાવવાની હોય.
Ayodhya Ram Mandir રામમંદિર માટે છેલ્લી બન્ને લોકસભા સમયે કામ આગળ વધ્યું જ છે અને નક્કરતા સાથે વધ્યું છે અને હવે તો મંદિરનું લોકાર્પણ થઈ ગયું છે.
માણસ જ્યારે કામ કરતા હોય ત્યારે શું કામ તેના કામની કોઈ કદર ન કરે, શું કામ તેણે કરેલા કામની સામે જોવાની દરકાર કોઈ ન દાખવે અને એ પણ સનાતનીઓ, એ સનાતનીઓ જેઓ પોતાના રામને ટેન્ટમાંથી મહેલમાં લઈ જવા માટે સદીઓથી તડપતા હતા. એ સનાતનીઓ જેઓ રામલલ્લા માટે જીવ આપવા મેદાનમાં ઊતરવા તૈયાર હતા અને જીવ આપીને શહીદી વહોરવા પણ રાજી રહ્યા.
તમે જોજો, Ayodhya Ram Mandir અયોધ્યા મંદિર આવનારા લોકસભાના ઇલેક્શનમાં કેવો ચમત્કાર કરે છે. હું કહીશ કે નરેન્દ્ર મોદી અને બીજેપીએ માત્ર રામમંદિર નથી બનાવ્યું, પણ રામમંદિર બનાવવાની સાથોસાથ સનાતનીઓનાં હૃદયમાં ઘર પણ બનાવ્યું છે, એક એવું ઘર જે ઘરમાં વડા પ્રધાનની આવરદાની સાથોસાથ તેમના કાર્યકાળને પણ અમરત્વ મળે એને માટે સતત પ્રાર્થના થતી રહે છે.
બહુ દૂર સુધી ન જઈએ અને નજીકનું જ જોઈએ તો કહેવું જ રહ્યું કે બાવીસમી જાન્યુઆરીએ લોકસભાનું ઇલેક્શન પૂરું થઈ ગયું સાહેબ. દેશભરમાં રામ-દિવાળી ઊજવતા દેશવાસીઓએ પોતાનો ચુકાદો આપી દીધો, કહી દીધું : ‘ફિર એક બાર, મોદી સરકાર…
આ પણ વાંચો: Ram Mandir : PM મોદીના 11 દિવસના અનુષ્ઠાન બાદ સંતોએ આપી આ વિશેષ ભેટ