+

કવિ Kumar Vishwas રાજ્યસભામાં જશે! BJP એ તૈયાર કર્યું 35 લોકોનું લિસ્ટ

Kumar Vishwas: રાજ્યસભાની સાત સીટો માટે યુપી બીજેપી દ્વારા 35 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેનલમાં ભાજપના પ્રખર પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને ફરી એકવાર રાજ્યસભામાં મુકવાની સાથે સાથે કુમાર…

Kumar Vishwas: રાજ્યસભાની સાત સીટો માટે યુપી બીજેપી દ્વારા 35 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેનલમાં ભાજપના પ્રખર પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને ફરી એકવાર રાજ્યસભામાં મુકવાની સાથે સાથે કુમાર વિશ્વાસનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. સોમવારે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસ સ્થાને બીજેપીની કોર કમિટીની બેઠક થઈ હતી. તેમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભામાં મોકલવાના નામને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બીજેપી સાત સીટો માટે 35 લોકોની પેનલ તૈયાર કરી રહી છે.

કુમાર વિશ્વાસનું નામ પણ છે ચર્ચામાંઃ સુત્રો

ઉલ્લેખનીય છે કે, સુધાંશુ ત્રિવેદીને ફરી એકવાર રાજ્યસભામાં મુકવા માટે નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. વિગતો એવી મળી રહી છે કે, આ લિસ્ટમાં કુમાર વિશ્વાસનું નામ પણ આ પેનલમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે, આ બાબતે કોઈ પૂષ્ટી કરવામાં આવી નથીં. Kumar Vishwas ગાઝિયાબાદથી લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ અત્યારે ઉત્તર પ્રદેશમાં ચર્ચા ચાલી રહી છે. હવે તેમને રાજ્યસભામાં મુકવામાં આવશે કે, લોકસભા ચૂંટણી લડશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત છે.

10 માંથી ત્રણ સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં

ઉત્તર પ્રદેશમાં 10 રાજ્યસભાની સીટો ખાલી થઈ રહી છે. જેમાં સાત સીટો બીજેપીના ખાતામાં આવી છે. મળતી વિગતો 10 માંથી ત્રણ સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં આવશે. માનવામાં આવે છે કે 7 સીટો ચોક્કસપણે ભાજપ અને બે સેટ સમાજવાદી પાર્ટીને જશે.ત્રીજી સીટ પણ સમાજવાદી પાર્ટી જીતી શકે છે પરંતુ જો ભાજપ ત્રીજી સીટ માટે લડવા માંગે છે તો તે પોતાનો આઠમો ઉમેદવાર ઉતારી શકે છે.

સાત નામોની બીજેપી સંમતિ આપશે

મળતી વિગતો પ્રમામે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસ સ્થાન પર બેઠક મળી હતી તેમાં બન્ને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બૃજેશ પાઠકની સાથે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પસંદ કરેલા 35 નામોનું લિસ્ટ કેન્દ્રીય સમિતિને મોકલવામાં આવશે. જેમાંથી ભાજપ હાઈકમાન્ડ 7 નામો પર પોતાની સંમતિ આપશે.

આ પણ વાંચો: PM મોદીએ ગોવામાં ONGC સી સર્વાઇવલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન, સમુદ્ર બચાવ માટે ટ્રેનિંગ અપાશે…

Whatsapp share
facebook twitter