+

Election King Padmarajan: ‘ઇલેકશન કિંગ’ નામે ઓળખાય છે પદ્મરાજન, 238 વખત ચૂંટણી લડ્યા અને દરેક વખતે હાર્યા

Election King Padmarajan: લોકસભાની ચૂંટણીને હવે ગણ્યા દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઘણા અવનવા સમાચાર સામે આવતા હોય છે. દુનિયામાં એવા પણ ઘણા લોકો છે જે ક્યારેય હાર માનતા નથી.…

Election King Padmarajan: લોકસભાની ચૂંટણીને હવે ગણ્યા દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઘણા અવનવા સમાચાર સામે આવતા હોય છે. દુનિયામાં એવા પણ ઘણા લોકો છે જે ક્યારેય હાર માનતા નથી. હાર્યા પછી પણ પોતાનો પ્રયત્ન ચાલું જ રાખતા હોય છે. પરંતુ કેટલાક એવા પણ છે જેઓ વારંવારની નિષ્ફળતા છતાં નવો દાવ લેવા તૈયાર છે. આવી જ વાત છે, તમિલનાડુના રહેવાસી કે પદ્મરાજનની કે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પદ્મરાજન અત્યાર સુધીમાં 238 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને દરેક વખતે તેઓ હારી ગયા છે. પદ્મરાજન ભલે ચૂંટણી હારી ગયા હોય, પરંતુ તેઓ હિંમત હાર્યા નથી. હજુ પણ તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે.

તમિલનાડુના રહેવાસી છે પદ્મરાજન

તમિલનડુના મેટુરમાં રહેતા પદ્મરાજન સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ઘણા મુખ્ય પ્રધાનો સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. પરંતું કોઈ વાર તેમની જીત થઈ નથી, દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

પદ્મરાજને 1988માં પ્રથમ ચૂંટણી લડી હતી

તમને જણાવી દઈએ કે, પદ્મરાજન અત્યાર સુધીમાં 5 વખત રાષ્ટ્રપતિ, 5 વખત ઉપરાષ્ટ્રપતિ, 32 વખત લોકસભા, 72 વખત વિધાનસભા, 3 વખત MLC અને એક વખત મેયર સહિત અનેક ચૂંટણી લડી ચૂક્યા છે. ગયા વર્ષે તેલંગાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન પદ્મરાજને ગજવેલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી કેસીઆર પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. પદ્મરાજન હવે 64 વર્ષના છે. તેમણે 1988માં પ્રથમ ચૂંટણી લડી હતી. ત્યારબાદ તમિલનાડુની મેટ્ટુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. ખાસ વાત તો એ છે કે, તેઓ 2024ની લોકસભાની ચૂંટણી પણ લડી રહ્યાં છે.

સામે કોણ ઊભું છે તેની મને પરવા નથીઃ પદ્મરાજન

પદ્મરાજન મેટુરમાં ટારય રિપેરિંગની દુકાન ચલાવે છે. આ સાથે તેઓ એવો પણ દાવો કરે છે કે, તે હોમિયોપેથિક ડૉક્ટર પણ છે. પદ્મરાજન 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉભા હતા. 2019માં તેમણે વાયનાડથી રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો. 2019માં પદ્મરાજનને માત્ર 1,887 વોટ મળ્યા હતા. નોંધનીય છે કે, ભલે સામે ગમે તે હોય પરંતુ તેઓ નીડર થઈને લડે છે. પદ્મરાજન કહે છે, ‘સામે કોણ ઊભું છે તેની મને પરવા નથી.’

મારા માટે ચૂંટણી લડવી એ જ મોટી જીતઃ પદ્મરાજન

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી લડ્યા પછી ક્યારેય તેઓ જીત્યા નથી એટલે ચૂંટણી હાર્યા પછી લોકો તેમનો મજાક પણ ઉડાવે છે. જો કે, તેનાથી પદ્મરાજનને કોઈ ફરક પડતો નથી. તેઓ કહે છે કે, ‘દરેક ચૂંટણી જીતવા માંગે છે. હું નહીં, મારા માટે ચૂંટણી લડવી એ જ મોટી જીત છે. હું હારીને પણ ખુશ છું.’ તેમને જણાવી દઈએ કે, એક રિપોર્ટ પ્રમાણે ચૂંટણી લડ્યા પછી તેમને અનેક રેકોર્ડ પણ બન્યા છે. તેમનો દાવો છે કે, અત્યાર સુધી તેઓ ચૂંટણી પાછળ એક કરોડનો ખર્ચ કરી ચૂક્યાં છે.

પદ્મરાજનને ક્યારેય ચૂંટણીમાં જીત્યા જ નથી

નોંધનીય છે કે, ચૂંટણી લડવા માટે માત્ર 25,000 રૂપિયા જ સિક્યોરિટી ડિપોઝીટ તરીકે જમા કરાવવાના હોય છે અને તે પણ પરત કરવામાં આવતા નથી. કારણ કે સિક્યોરિટી ડિપોઝીટ ત્યારે જ પરત કરવામાં આવે છે જ્યારે ઉમેદવારને ઓછામાં ઓછા 16 ટકા વોટ મળે. પરંતુ પદ્મરાજનને ક્યારેય આટલા વોટ મળ્યા નથી.પદ્મરાજનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2011માં યોજાયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હતું. ત્યારબાદ તેણે મેટ્ટુર સીટ પરથી ચૂંટણી લડી અને 6,273 વોટ મેળવ્યા. પદ્મરાજને કહ્યું કે,’ હું ચૂંટણી લડું પણ મને એક પણ વોટની આશા નથી. પરંતુ આ મને બતાવે છે કે લોકો મને સ્વીકારી રહ્યા છે.

હું જાગૃતિ લાવવા માટે રોલ મોડલ બનવા માંગુ છુંઃ પદ્મરાજન

આ બાબતે વિગતે વાત કરવામાં આવે તો, 2019 માં, પદ્મરાજને ત્રણ બેઠકો – વાયનાડ, વેલ્લોર અને ધર્મપુરી પરથી ચૂંટણી લડી હતી. અને ત્રણેય જગ્યાએ તેમને 0.5 ટકાથી ઓછા મત મળ્યા હતા. પદ્મરાજને આ બાબતે કહ્યું કે,’ભાગીદારી જરૂરી છે. લોકો ઉમેદવારી નોંધાવવામાં અચકાય છે. હું જાગૃતિ લાવવા માટે રોલ મોડલ બનવા માંગુ છું.’ પદ્મરાજન ભલે કોઈ ચૂંટણી જીત્યા ન હોય, પરંતુ તેઓ નોમિનેશન પેપરથી લઈને દરેક નાની-નાની બાબતોનો રેકોર્ડ રાખે છે. અત્યાર સુધી તેણે તેના તમામ નોમિનેશન પેપર અને આઈડી કાર્ડ લેમિનેટ કર્યા છે.

આ વખતે તેમને ચૂંટણી ‘ટાયર’ મળ્યું

ઉલ્લેખનીય છે કે, તેઓ અપક્ષમાં રહીને ચૂંટણી લડે છે. તેથી દરેક ચૂંટણીમાં અલગ-અલગ ચૂંટણી ચિહ્નો મળે છે. તેમને ક્યારેક માછલી, ક્યારેક વીંટી, ક્યારેક ટોપી, ક્યારેક ટેલિફોન જેવા ચૂંટણી ચિહ્નો મળ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેમનું ચૂંટણી ચિન્હ ‘ટાયર’ છે. એક સમય હતો જ્યારે લોકો તેમની મજાક ઉડાવતા હતા, પરંતુ હવે પદ્મરાજન વિદ્યાર્થીઓને પણ પ્રેરિત કરે છે. તેઓ મલતબ કે, પદ્મરાજને કહ્યું છે કે, ‘હું જીતવા વિશે વિચારતો નથી. જો આપણે આ માનસિકતા સાથે ચાલુ રાખીએ તો પછીથી આપણે તેના વિશે તણાવ અનુભવીશું નહીં.’

‘વર્લ્ડ્સ બિગેસ્ટ ઇલેક્શન લુઝર’ નામે પણ પ્રખ્યાત છે પદ્મરાજન

તમને જણાવી દઈએ કે, પદ્મરાજન અત્યારે સુધી એક પણ ચૂંટણી જીત્યા નથી. પરંતુ તેમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. ઘણી વખત ચૂંટણી હારવાના કારણે તેમનું નામ લિમ્કા બુકમાં નોંધાયેલું છે.આટલું જ નહીં, પદ્મરાજનને ‘ઇલેકશન કિંગ’ અને ‘વર્લ્ડ્સ બિગેસ્ટ ઇલેક્શન લુઝર’ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે ફરી તેમણે તમિલનાડુની ધર્મપુરી સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં તેમણે જણાવ્યું છે કે તેમની પાસે 49 હજાર રૂપિયાની રોકડ છે. તેની પાસે એક બાઇક અને કેટલાક ઘરેણાં છે. તેમની પાસે 1.11 લાખ રૂપિયાની કુલ જંગમ સંપત્તિ છે. જ્યારે 14 લાખની સ્થાવર મિલકત છે. તેમનું કહેવું છે કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી ચૂંટણી લડતા રહેશે. પદ્મરાજન મજાકમાં કહે છે કે જે દિવસે તેઓ ચૂંટણી જીતશે તે દિવસે તેમને હાર્ટ એટેક આવી શકે છે.

આ પણ વાંચો: Lok Sabha Election : કમલનાથના નજીકના સાથી અને ત્રણ વખતના ધારાસભ્ય ભાજપમાં જોડાયા…

આ પણ વાંચો: Gondal Sabha : ગોંડલમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાને આપી માફી

આ પણ વાંચો: Jammu & Kashmir : BJP એ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર…

Whatsapp share
facebook twitter