+

Lok Sabha ELection 2024: રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યા વાક્ પ્રહાર

Lok Sabha ELection 2024: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે વડાપ્રધાન પ્રચાર માટે રાજસ્થાનમાં રેલી માટે પહોંચ્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજસ્થાનમાં ચૂંટણી રેલી કરી અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું.…

Lok Sabha ELection 2024: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે વડાપ્રધાન પ્રચાર માટે રાજસ્થાનમાં રેલી માટે પહોંચ્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજસ્થાનમાં ચૂંટણી રેલી કરી અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારના કોટપુતલીમાં આયોજિત તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે આ પહેલી ચૂંટણી છે જેમાં ભ્રષ્ટાચાર પર કાર્યવાહી રોકવા માટે તમામ ભ્રષ્ટાચારીઓ એકસાથે ભેગા થઈ રહ્યા છે.

રાજસ્થાને હંમેશા ભાજપને ભરપૂર સમર્થન આપ્યુંઃ વડાપ્રધાન મોદી

નોંધનીય છે કે, પોતાના સંબોધનની શરૂઆતમાં જ કહ્યું હતું કે, રાજસ્થાને હંમેશા ભાજપને ભરપૂર સમર્થન આપ્યું છે. વધુમાં કહ્યું કે, આ પ્રદેશમાં મારા પરિવારજનો ત્રીજી વાર દરેક બેઠકો પર બીજેપીને વિજયી બનાવવા માટે સંકલ્પ લઈ ચૂક્યાં છે. કોટપુતલીમાં જનતાનો આ ઉત્સાહ અને જોશ અવિસ્મરણીય રહેશે. મોદી કહે છે ભ્રષ્ટાચાર દૂર કરો, વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. આટલી વિશાળ ભીડ, તમારો ઉત્સાહ, તમારો ઉત્સાહ ચોથી જૂનનો સંકેત આપે છે.

તમારું સ્વપ્ન મોદીનો સંકલ્પ છેઃ પીએમ મોદી

વધુમાં તેમણે કહ્યું કે, રાજસ્થાનના લોકો દર વખતે દેશને મજબૂત કરવા માટે સાથ આપતા રહ્યાં છે અને આખી દુનિયાએ જયપુરની સુંદરતા જોઈ જ્યારે થોડા દિવસ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ અહીં આવ્યા હતા. કોંગ્રેસના મોટા નેતાઓ કહી રહ્યા છે કે જો ભાજપ જીતશે તો દેશમાં આગ લાગશે. મોદી દશ વર્ષથી માત્ર તેમના દ્વારા લાગેલી આગ ઓલવવા બેઠા છે. આજે જનતા સમક્ષ પ્રશ્ન એ છે કે આવા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા જોઈએ કે નહીં. અને આવા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ તેવો લોક અભિપ્રાય છે. તમારું સ્વપ્ન મોદીનો સંકલ્પ છે. જેમને અગાઉની સરકારોએ પૂછ્યું પણ નહોતું તે મોદીએ પૂજ્યા છે.

વિપક્ષ પર વડાપ્રધાને કર્યા વાક પ્રહાર

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દેશમાં મજબૂત અને નિર્ણાયક સરકારની જરૂર છે. હું જનતાને પૂછું છું કે ભ્રષ્ટાચારીઓ પર હુમલો થવો જોઈએ કે નહીં. મારા માટે તમે મારો પરિવાર છો, મારું ભારત મારું કુટુંબ છે. તમારું સ્વપ્ન મોદીનો સંકલ્પ છે. નાના ખેડૂતોને પણ પૂછવામાં આવ્યું ન હતું. રાજસ્થાનના 85 લાખ પરિવારોને 20 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: S Jaishankar in Rajkot: વિદેશ મંત્રી એસ જયશંકરે કરી ખાસ વાત, કહ્યું – ભારત UNSC નું સ્થાયી સભ્ય બનશે જ!

આ પણ વાંચો: Ravi kishan: ગોરખપુરમાં ચા બનાવતા નજરે ચડ્યા રવિ કિશન, સોશિયલ મીડિયામાં Video Viral

આ પણ વાંચો: Uttarakhand : ‘ઈરાદા સાચા હોય તો પરિણામો પણ સાચા હોય છે’, PM એ કહ્યું- 10 વર્ષનો વિકાસ માત્ર ટ્રેલર…

Whatsapp share
facebook twitter