Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો RJD, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે સીટની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. બેઠકોની વહેચણીમાં સૌથી વધારો બેઠકો લાલુ યાદવની પાર્ટી RJD ને મળી છે. જો કે, તેના કારણ પપ્પુ યાદવને મોટો ઝટકો વાગ્યો છે. ખાસ કરીને વાત કરવામાં પૂર્ણિયા બેઠક આરજેડી પાસે આવી છે. આરજેડીએ પહેલા જ બીમા ભારતીને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. કન્હૈયા કુમારને પણ આંચકો લાગ્યો છે. બેગુસરાય સીટ સીપીઆઈ પાસે આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા બિહાર મહાગઠબંધનમાં વિવાદના સૂર
વિગતે વાત કરવામાં આવે તો આરજેડીના ખાતામાં તે જ ત્રણ બેઠકો આવી છે. જે બેઠકો પરથી પપ્પુ યાદવ ક્યારેય ચૂંટણી લડ્યા જ નથી. આ બેઠકોની વાત કરવામાં આવે તો, સુપોલ, મધેપુરા અને પૂર્ણિયાનું નામ સામેલ છે. આ ત્રણેય સીટો આરજેડીના ફાળે ગઈ છે. જે 26 બેઠકો પર આરજેડી ચૂંટણી (Election) લડશે. તેમાં ગયા, નવાદા, જહાનાબાદ, ઔરંગાબાદ, બક્સર, પાટલીપુત્ર, મુંગેર, જમુઈ, બાંકા, વાલ્મિકી નગર, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, ઉજિયારપુર, દરભંગા, મધુબની, ઝંઝારપુર, સુપૌલ, માધેપુરનો સમાવેશ થાય છે. પૂર્ણિયા.અરરિયા અને હાજીપુરના નામ સામેલ છે.
#WATCH | Lok Sabha elections 2024 | RJD, Congress and Left leaders hold a joint press conference and announce seat allocation
RJD to field its candidates on 26 seats, including on Purnea and Hajipur.
Congress on 9 seats, including Kishanganj and Patna Sahib
Left on 5 seats… pic.twitter.com/ThgLLjERA0
— ANI (@ANI) March 29, 2024
આ બેઠક પરથી પપ્પુ યાદવ પીછેહઠ કરવા તૈયાર નથી
આ બાજું કોંગ્રેસની વાત કરવામાં આવે તો, કટિહાર, કિશનગંજ, મુઝફરપુર, ભાગલપુર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારણ, પટના સાહિબ, સાસારામ, મહારાજગંજ બેઠકો મળી છે. સીપીઆઈ-એમએલને આરા, કારાકાટ, નાલંદા; સીપીઆઈને બેગુસરાય, સીપીએમને ખગરિયા બેઠક મળી છે. પૂર્ણિયા બેઠક પરથી ચૂંટણી (Election) લડી રહેલા પપ્પુ યાદવ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે સીટ વહેંચણીની જાહેરાત પહેલા જ X પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘સીમાંચલ કોસી જીતીને દેશમાં કોંગ્રેસની સરકાર બનાવશે. પૂર્ણિયામાં કોંગ્રેસનો ઝંડો લહેરાવશે. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવશે.’
બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલા વિવાદ
ઉલ્લેખનીય છે કે, પૂર્ણિયા લોકસભા (Loksabha)ની બેઠક માટે મહાગઠબંધમાં અત્યારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આરજેડીએ કેટલીય બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાંથી ઘણી બેઠકો તો એવી હતી કે, જેના પર કોંગ્રેસની પહેલાથી જ નજર હતીં. જેમાં ઔરંગાબાદ, બેગુસરાય, કટિહાર, સિવાન અને પૂર્ણિયા સીટોના નામ સામેલ છે. આરજેડીએ પણ ગઠબંધનની કોઈપણ સંયુક્ત જાહેરાત વિના પૂર્ણિયામાંથી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ઔરંગાબાદ સીટ પર કોંગ્રેસ અને આરજેડી વચ્ચે જંગ છે. કોંગ્રેસ અહીં દાવો કરી રહી હતી. જ્યારે આરજેડીએ ત્યાંથી અભય કુશવાહાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.