+

સાવધાન..! આ વર્ષે દેશમાં ગરમીનો રેકોર્ડ તૂટશે : WMO

Heat Wave : દેશમાં ગરમીની ઋતુ (Summer Season) શરૂ થઇ ગઇ છે. દિવસના સમયે તાપમાન (Temperature) માં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું…

Heat Wave : દેશમાં ગરમીની ઋતુ (Summer Season) શરૂ થઇ ગઇ છે. દિવસના સમયે તાપમાન (Temperature) માં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 37 ને પાર (37 degrees Celsius) કરી ગયો છે. આ તાપમાન હજું પણ વધવાની આશંકા છે. ગરમી વધવા પાછળનું કારણ ઉત્તર-પૂર્વના ગરમ પવન ફૂંકાઇ રહ્યા છે તે કહેવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં ગરમી કેટલી પડશે તે અંગે વિશ્વ હવામાન સંસ્થા (World Meteorological Organization) એ એક અહેવાલ જારી કર્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે, દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ (Record) તોડી દેશે.

વિશ્વમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા

ધરતીમાં સમયની સાથે ગરમીની પ્રમાણ વધ્યું છે. ગયા વર્ષની જો વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વર્ષ 2023 એ અત્યાર સુધીનું સૌથી ગરમ દાયકો હતો. કારણ કે હીટવેવ્સથી મહાસાગરોને અસર થઈ હતી અને ગ્લેશિયર્સ પીગળી ગયા હતા. જણાવી દઇએ કે, 1970 થી અત્યાર સુધીના તાપમાનના ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે ઉત્તર ભારતમાં, શિયાળા પછી ઉનાળાની ઝડપથી શરૂઆત થવાનું વલણ છે, જેના કારણે વસંત ઋતુ ટૂંકી થઈ રહી છે. અમેરિકા સ્થિત વૈજ્ઞાનિકોના સ્વતંત્ર જૂથ ક્લાઈમેટ સેન્ટ્રલના સંશોધકોએ શિયાળાના મહિનાઓ (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્લોબલ વોર્મિંગના વલણોના સંદર્ભમાં ભારતનું વિશ્લેષણ કર્યું છે. વિશ્વ હવામાન સંસ્થાના રિપોર્ટને જોતા સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ રિપોર્ટ દર્શાવે છે કે આપણી પૃથ્વી હવે લુપ્ત થવાના આરે છે. WMO ચીફ એન્ડ્રીયા સેલેસ્ટે સાઉલોએ ચેતવણી આપી હતી, “અમે પેરિસ કરારની 1.5C ની નીચેની મર્યાદાની આટલી નજીક ક્યારેય નહોતા. આ ખૂબ જ ખતરનાક છે. એન્ડ્રીયા સેલેસ્ટે સાઉલોએ કહ્યું, “આ અહેવાલને વિશ્વ માટે રેડ એલર્ટ તરીકે જોવો જોઈએ.” તેમણે કહ્યું કે ગરમીનો રેકોર્ડ ફરી એકવાર તૂટી ગયો છે.” સાઉલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાતાવરણમાં ફેરફાર તાપમાન કરતા વધુ છે અને તે ચિંતાનો વિષય છે.

  • સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 37ને પાર
  • 12 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી
  • હજુ પણ તાપમાન વધવાની આશંકા
  • ઉત્તર-પૂર્વના ગરમ પવન ફૂંકાવાથી વધી ગરમી
  • વિશ્વ હવામાન સંસ્થાએ અહેવાલ જારી કર્યો
  • દેશમાં 2024માં ગરમીનો રેકોર્ડ તૂટશે:WMO
  • વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ
ગરમી વધવા પાછળનું શું છે કારણ ?

હવામાન વૈજ્ઞાનિકો અને સંશોધકોની US સ્થિત સંસ્થા ક્લાઈમેટ સેન્ટ્રલનું નવું વિશ્લેષણ દર્શાવે છે કે ફેબ્રુઆરીમાં તાપમાન કેવી રીતે ગરમ થયું છે, જેના કારણે વસંતઋતુ અદૃશ્ય થઈ ગઈ છે. જણાવી દઇએ કે, 1970 થી અત્યાર સુધીના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 34માંથી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હવે શિયાળાની સૌથી ઝડપી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આ ગરમીનું મુખ્ય કારણ કોલસો, તેલ અને કુદરતી ગેસને બાળવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું સ્તર છે. આ પૃથ્થકરણનો હેતુ ભારતને આ વૈશ્વિક પ્રવાહોના સંદર્ભમાં, શિયાળા (ડિસેમ્બર-ફેબ્રુઆરી) પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ક્લાઈમેટ સેન્ટ્રલે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માસિક સરેરાશ તાપમાનની ગણતરી કરી. તે 1970-હાલના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે આ તે સમયગાળો છે જ્યારે સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ થયું છે અને જેના માટે સતત ડેટા અસ્તિત્વમાં છે. દરેક રાજ્ય અથવા પ્રદેશ માટે, ક્લાઈમેટ સેન્ટ્રલ દર મહિને અને દરેક ત્રણ મહિનાની હવામાન ઋતુ માટે વોર્મિંગનો દર ટ્રેક કરે છે. વોર્મિંગ રેટ 1970 થી રાજ્ય-સરેરાશ તાપમાનમાં ફેરફાર તરીકે દર્શાવવામાં આવે છે.

આ પણ વાંચો – Weather Report : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, માર્ચમાં આટલો ઊંચકાશે ગરમીનો પારો!

આ પણ વાંચો – રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

આ પણ વાંચો – Weather forecast : આગ ઝરતી ગરમી આવી રહી છે! 3 દિવસ બાદ તાપમાનમાં થશે આટલો વધારો!

Whatsapp share
facebook twitter