+

Crime News: માણસ કહેવાય કે હૈવાન! 12 વર્ષના છોકરા સાથે દુષ્કર્મની કોશિશ, બાદમાં કરી નાખી હત્યા

Crime News in Mumbai: મહારાષ્ટ્રમાં સંબંધને લાંછન લગાવે તેવી ઘટના બની છે. નવી મુંબઈમાં 12 વર્ષના બાળકની બે ભાઈઓએ હત્યા કરી નાખી હતીં. મુંબઈ પોલીસે અત્યારે બન્ને હત્યારાઓને (Crime News)…

Crime News in Mumbai: મહારાષ્ટ્રમાં સંબંધને લાંછન લગાવે તેવી ઘટના બની છે. નવી મુંબઈમાં 12 વર્ષના બાળકની બે ભાઈઓએ હત્યા કરી નાખી હતીં. મુંબઈ પોલીસે અત્યારે બન્ને હત્યારાઓને (Crime News) ઝડપી લીધા છે. મળતી વિગતો પ્રમાણે બંને વ્યવસાયે રાજ મિસ્ત્રી છે. પોલીસે જાણકારી આપતા કહ્યું કે, નવી મુંબઈના એક તળાવમાંથી 12 વર્ષના છોકરાનો મૃતદેહ મળ્યો હતો, જે બાદ બંને વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

છોકરાઓ રાડો પાડી તો આરોપીએ હત્યા કરી નાખી

મળતી જાણકારી પ્રમાણે આરોપીઓમાંથી એક જણે નવી મુંબઈના ઠાકુરપાડા વિસ્તારમાંથી એક બાળકનું અપહરણ કર્યું અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર જ્યારે છોકરાઓ રાડો પાડી ત્યારે આરોપીએ તેની મારીને હત્યા (Crime News) કરી નાખી. વિગતો પ્રમાણે તેના ભાઈએ લાશનો ઠેકાણે કરવામાં મદદ કરી કરી હતીં. છોકરાની લાશ નવી મુંબઈના તલોજા વિસ્તાર પાસે આવેલા એક તળાવમાંથી મળી હતીં.

મૃતદેહ તલોજા પાસેના તળાવમાંથી મળી આવ્યો હતો

પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે, 25 માર્ચથી છોકરો લાપતા હતો. ઘરેથી રમવા બહાર નીકળ્યો હતો પછી પાછો જ નહોતો આવ્યો. જે બાદ તેના પરિવાર દ્વારા શીલ-દાયઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે છોકરાને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતીં. શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ તલોજા પાસેના તળાવમાંથી મળી આવ્યો હતો. બાળકના હાથ બાંધેલા હતા અને માથા પર ઈજાના નિશાન હતા. ટેકનિકલ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે હત્યાના આરોપમાં મોહમ્મદ કુદ્દુસ શેખ અને તેના ભાઈ આઝાદ કુદ્દુસ શેખની ધરપકડ કરી હતી.

પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પોલીસના જણાવ્યા અનુસાર, બે આરોપી ભાઈઓમાંથી એકે બાળકની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકે તેનો પ્રતિકાર કર્યો અને અવાજ કર્યો. ત્યારબાદ આરોપીએ બાળકનું માથું પથ્થરથી કચડી નાખ્યું અને કપડાના ટુકડાથી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. તેના ભાઈએ તેને લાશનો નિકાલ કરવામાં મદદ કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Delhi Police: રસ્તા વચ્ચે કાર ઊભી રાખી બનાવી રીલ્સ, પોલીસે ફટકાર્યો 36 હજારનો દંડ

આ પણ વાંચો: Mukhtar Ansari Crimated: મુખ્તાર અંસારીની અંતિમ યાત્રામાં તેના મોટા ભાઈ અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચો: Election King Padmarajan: ‘ઇલેકશન કિંગ’ નામે ઓળખાય છે પદ્મરાજન, 238 વખત ચૂંટણી લડ્યા અને દરેક વખતે હાર્યા

Whatsapp share
facebook twitter