Crime News: ભારતમાં પ્રતિદિન ક્રાઇમના આંકડા નિરાશાજનક સાથે વધી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘરેલું હિંસાના બનાવો ખુબ બની રહ્યાં છે. ઉત્તર પ્રદેશના નોઇડામાં પણ અત્યારે એક આવી ઘટના બની છે. નોઇડામાં એક પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, દહેજની માંગ પૂરી ના થતા તેના સાસરિયા વાળાએ હત્યા કરી નાખી છે. મૃતક પરિણીતાના ભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પતિ, સાસરા, સાસુ, નણદ અને બે જેઠ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરતા પરિણીતાના પતિની ધરપકડ કરી લીધી છે.
દીકરી જન્મી તો વધુ હેરાન કરવાનું શરૂ કર્યું
તમને જણાવી દઈએ કે, દિલ્હીની રહેવાસી કરિશ્માના લગ્ન 4 ડિસેમ્બર 2022 ના રોજ ખેડા ચૌગનપુરના રહેવાસી વિકાસ સાથે થઈ હતી. કરિશ્માના ભાઈ દીપકના કહેવા પ્રમાણે લગ્નમાં એક ગાડી સાથે 11 લાખ રૂપિયા અને સોના સહિત અન્ય કિંમતી ચીજવસ્તુઓ દહેજ તરીકે આપવામાં આવી હતી. આમ છતાં સાસરિયાં ખુશ ન હતા. તેની ફોર્ચ્યુનર કાર અને 21 લાખ રૂપિયાની માંગ હતી. આ દરમિયાન કરિશ્માએ એક દીકરીને જન્મ આપ્યો. જેના કારણે તેના સાસરિયાઓએ તેને વધુ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
પૈસા આપવામાં છતાં પણ પરિણીતાને કરતા હતા હેરાન
મળતી વિગતો પ્રમાણે કરિશ્માના પરિવારજનોએ ઘણીવાર ગામમાં આવીને સમાજના લોકોને ભેગા કરીને આ બાબતે પંચાયતો કરીને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે કરિશ્માના સાસરિયાઓને 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ તેમની દહેજની માંગ પૂરી થઈ ન હતી. કરિશ્માના ભાઈના કહેવા પ્રમાણે 29 માર્ચે તેણે તેની મોટી બહેનને ફોન કરીને જણાવ્યું કે તેને તેના પતિ, સાસુ, સસરા, ભાભી અને વહુએ માર માર્યો હતો. આ પછી જ્યારે દીપક અને તેનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમને ખબર પડી કે કરિશ્માની હત્યા તેના સાસરિયાઓએ કરી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ દિલ્હીના જગતપુર ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી
નોંધનીય છે કે, દિપકે નોઇડામાં ઈકોટેક-3 કોતવાલીમાં કરિશ્માના પતિ વિકાસ, તેના સસરા સોમપાલ ભાટી, સાસુ, નણદ રિંકી અને તેના બન્ને જેઠ સુનિલ તથા અનિક સામે દહેજની ફરિયાદ (Crime News) નોંધાવી હતી. પોલીસે દિપકની ફરિયાદના આધારે કરિશ્માના પતિ વિકાસ અને તેના સસરા સોમપાલ ભાટીની ધરપકડ કરી લીઘી હતીં. મળતી વિગતો પ્રમાણે અત્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.