+

BJP: રાજસ્થાનની બે રાજ્યસભા બેઠકના ઉમેદવાર જાહેર, 27 ફેબ્રુઆરીએ મતદાન

BJP Rajasthan: બીજેપીએ રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે સોમવારે રાજસ્થાનમાંથી ચુનીલાલ ગરાસિયા અને મદન રાઠોડનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ એક યાદીમાં બન્ને…

BJP Rajasthan: બીજેપીએ રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે સોમવારે રાજસ્થાનમાંથી ચુનીલાલ ગરાસિયા અને મદન રાઠોડનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ એક યાદીમાં બન્ને નામોની જાહેરાત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બંનેના નામને મંજૂરી આપી દીધી છે.

રાજસ્થાન વિધાનસભામાં 27 ફેબ્રુઆરીએ મતદાન

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ત્રણ બેઠકો માટે રાજસ્થાન વિધાનસભામાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, નિર્દલીય અને અન્ય પક્ષના ઉમેદવારોની સંખ્યા પ્રમાણે રાજ્યના સત્તાધારી પક્ષના બે અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે. જો ઉમેદવારોની સંખ્યા ત્રણથી વધુ હશે તો મતદાન પ્રક્રિયા અપનાવવામાં આવશે અન્યથા ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે.

અનેક પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે નાતો તોડ્યો

નોંધનીય છે કે, આગામી ટૂંક સમયમાં 2024 ની લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને દેશભરમાં રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. આ સાથે રાજકીય ઉથલ-પાથલ પણ જોવી મળી રહી છે. અનેક પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે નાતો તોડીને સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. આ સાથે સાથે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેનો મતલબ છે કે, અત્યારે કોંગ્રેસ પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Uttar Pradesh: INDIA ગઠબંધનને મોટો ઝટકો, જ્યંત ચૌધરીની પાર્ટી NDA માં સામેલ

Tags : ,BJP,Rajasthan,Chunilal Garasya,Madan Rathod,Biennial Rajasthan elections,Indian Janata Party
Whatsapp share
facebook twitter