+

Sikkim Assembly Election : સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 9 ઉમેદવારો જાહેર કર્યાં, 19 એપ્રિલે થશે મતદાન

Sikkim Assembly Election : સિક્કિન વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. બીજેપીએ સિક્કિમ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આ યાદીમાં…

Sikkim Assembly Election : સિક્કિન વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. બીજેપીએ સિક્કિમ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આ યાદીમાં પોતાના 9 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સાથે સાથે સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી (Sikkim Assembly Election) માટે પણ તારીખો જાહેર કરવામાં આવી છે. આ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહીં છે. આજે ભાજપે સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, સિક્કિમમાં રાજ્ય સરકારને ચૂંટવા માટે 19 એપ્રિલે મતદાન થશે. આ ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.

બીજેપીએ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

ઉલ્લેખનીય છે કે, સિક્કિમમાં ભારતીય જનતા પાર્ટીઓ પોતાના 9 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. સિક્કિમની વિધાનસભા ચૂંટણી (Sikkim Assembly Election)ની વાત કરવામાં આવે તો, ભાજપે નવ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યાં છે. આ બેઠકનો વાત કરવામાં આવે તો આ પ્રમાણે નામ જાહેર કરવામાં આવ્યા છે.

સિક્કિમ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી
01.ગ્યાલસિંગ બામ્યાક બભીમ કુમાર શર્મા
02.નામચી સિંઘીથાંગ અરુણા મેન્જર
03.મેલ્લી યોગેન રાય
04.તુમિન લિંગી
ફુરબા રિન્ઝિંગ શેરપા
05.વેસ્ટ પાંડમ ભૂપાલ બરેલી
06.શ્યારી પેમ્પો શેરિંગ લેપચા
07.માર્તમ રુમટેક
ચેવાંગ દાદુલ ભુટિયા
08.અપર તાડોંગ નિરેન ભંડારી
09.ગંગટોક
પેમા વાંગ્યાલ રિન્ઝિંગ

ઉલ્લેખનીય છે કે, ભાજપ અત્યારે લોકસભાની ચૂંટણી સાથે સાથે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે પણ પ્રચાર કરી રહીં છે. ગુજરાત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપ અત્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યું છે પરંતુ સાથે સાથે આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે પણ પ્રચાર થઈ રહ્યો છે.

પશ્ચિમ બંગાળની બે બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી

તમને જણાવી દઈએ કે, 2024 ની લોકસભા ચૂંટણી સાથે પાંચ રાજ્યોમાં વિધાનસભાનીં ચૂંટણી પણ યોજાવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે પશ્ચિમ બંગાળની બે બેઠકો માટે પણ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. વિગતે વાત કરવામાં આવે તો ભગવાનગોલા વિધાનસભા બેઠક પરથી ભાસ્કર સરકારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને સજલ ઘોષને બારાનગર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બંને વિધાનસભા બેઠકો માટે પણ લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન થશે.

આ પણ વાંચો: Punjab BJP : પંજાબમાં ભાજપ અકાલી દળ સાથે નહીં કરે ગઠબંધન, એકલા લડશે લોકસભાની ચૂંટણી

આ પણ વાંચો: Congress 6th Candidate List : કોંગ્રેસની છઠ્ઠી ઉમેદવાર યાદી જાહેર, આ નેતાઓને મળી ટિકિટ

આ પણ વાંચો: Defence Ministry Recruitment : રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી ભરતીની જાહેરાત, આટલો મળશે પગાર

Whatsapp share
facebook twitter