+

Amit Shah in Jodhpur: કેન્દ્રીય ગૃહમંત્રીના વિપક્ષ પર પ્રહાર, કહ્યુ – ભારતના લોકો BJP ને 400 પાર લઈ જવા તૈયાર

Amit Shah in Jodhpur: દેશભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના પ્રચારનો આરંભ કરી દીધો છે. ભારત રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં જનમેદની સંબોધિત કરતા INDI ગઠબંધન પર આકરા…

Amit Shah in Jodhpur: દેશભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના પ્રચારનો આરંભ કરી દીધો છે. ભારત રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં જનમેદની સંબોધિત કરતા INDI ગઠબંધન પર આકરા પ્રહાર કર્યાં હતાં. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, ‘ગમે તેટલી પાર્ટીઓ સાથે આવે, પરંતુ આવશે તો મોદી જ’ નોંધનીય છે કે, રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધનની રેલી યોજાઈ હતી. જેમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં કેન્દ્ર સરકાર પર જવાબી કાર્યવાહી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ચાર લોકસભા મતવિસ્તારો માટે એક્શન પ્લાન તૈયારઃ કેન્દ્રીય ગૃહમંત્રી

જોધપુરમાં શક્તિ કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, ֹ‘ભારતના લોકો ચારસો પાર લઈ જવા માટે તૈયાર છે પરંતુ તેના માટે આપણે લોકો પાસે જવું પડશે. ચાર લોકસભા મતવિસ્તારો માટે એક્શન પ્લાન તૈયાર કર્યો. આ એક્શન પ્લાન મુશ્કેલ છે પરંતુ તમારે તે કરવું પડશે. દસ વર્ષમાં મોદીજીએ દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું. 80 કરોડ ગરીબોને મફત રાશન આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. મોદીજીએ ચૌદ કરોડ લોકોને નળનું પાણી આપવાનું કામ કર્યું. આપણે ઘરે જઈને 80 કરોડ લોકોને કહેવું પડશે.

અમિત શાહે મોદી સરકારના કાર્યાનો કર્યા ભરપૂર વખાણ

અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે, ‘પહેલા પાકિસ્તાનથી આલિયા જમાલિયા આવીને બોમ્બ ધમાકા કરીને ભાગી જતા હતા પરંતુ જ્યારે તેમણે ઉરીમાં હુમલો કર્યા ત્યારે તેમને ખબર પડી કે તેમને મોટી ભૂલ કરી છે. સરકાર હવે બદલાઈ ગઈ છે. હવે તેમને જવાબ આપવામાં આવશે. જવાહરલાલ નેહરુએ ભૂલ કરી અને કાશ્મીરમાં કલમ 370 લાગુ કરી. મોદીજીએ કલમ 370 નાબૂદ કરી. કોંગ્રેસ પાર્ટી રામ લલ્લાના જન્મસ્થળને લટકાવી રહી હતી. મોદીજીએ જન્મભૂમિના કોર્ટ કેસનો નિર્ણય કરાવ્યો અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે.

મોદીજી આ દેશના પરિવાર વિશે વિચારે છેઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘અશોક ગેલોત પોતાના દિકરાને આગળ વધારી રહ્યાં છે. લાલૂ પોતાના પરિવારનું વિચારી રહ્યાં છે. મોદીજી આ દેશના પરિવાર વિશે વિચારી રહ્યાં છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘ગઈકાલે લોકશાહી બચાવવાની વાત કરી રહ્યા હતા. ભ્રષ્ટાચાર કરનારાઓ જેલમાં કેમ નહીં જાય? રાજસ્થાનમાં પણ પેપર લીક કરનારાઓને ભજનલાલ શર્મા છોડશે નહીં. રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે ERCP લાગુ કર્યું. યમુનામાંથી પાણી લાવવાનું કામ કર્યું. પેપર લીકમાં સંડોવાયેલાઓને જેલમાં ધકેલી દેવાનું કામ કર્યું છે.’

આ પણ વાંચો: Sudhanshu Trivedi: બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: BJP Election Manifesto: ચૂંટણી ઢંઢેરાને લઈ 1.70 લાખ સૂચનો આવ્યા, લોકોએ કહ્યું – મોદી હૈ તો મુમકિન હૈ

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : ‘હું બધું સત્તા કે વોટ માટે નથી કરતો’, PM મોદીએ આવું કેમ કહ્યું?

Whatsapp share
facebook twitter