+

માઇક્રોસોફ્ટ લાવ્યુ એક એવુ ટૂલ, જે અનેક દિવસોનું કામ સેકન્ડ્સમાં કરી દેશે, નામ છે CO-Pilot

માઇક્રોસોફ્ટે એક એવા ટુલ લોન્ચ કર્યુ છે જે કદાચ આ દાયકાનું સૌથી પાવરફુલ પ્રોડક્ટિવિટી ટૂલ છે. કંપનીએ આ પ્લેનેટનું સૌથી પાવરફુલ પ્રોડક્ટિવિટી ટૂલ તેને ગણાવ્યું છે. માઇક્રોસોફ્ટે આનું નામ CO…
માઇક્રોસોફ્ટે એક એવા ટુલ લોન્ચ કર્યુ છે જે કદાચ આ દાયકાનું સૌથી પાવરફુલ પ્રોડક્ટિવિટી ટૂલ છે. કંપનીએ આ પ્લેનેટનું સૌથી પાવરફુલ પ્રોડક્ટિવિટી ટૂલ તેને ગણાવ્યું છે. માઇક્રોસોફ્ટે આનું નામ CO Pilot રાખ્યું છે.. આ બધુજ ઓપન એઆઇ ના જીપીટી-4ના કારણે શક્ય બન્યું છે.
આપ ક્યાંય જોબ કરતા હોવ અને બોસને પાવર પ્રેઝન્ટેશન આપવાનું હોય, કે પછી આપને ક્યાંય જોબ જોઇતી હોય અને તેના માટે પાવર પ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે એક ઠીકઠાક પાવર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં લગભગ બે કલાકનો સમય લાગતો હોય છે.ઘણીવાર ખાસ્સા દિવસો સુધી લોકો પાવર પ્રેઝન્ટેશન જ બનાવતા રહે છે પરંતુ કો પાઇલોટની મદદથી આ કામ માત્ર કેટલાક સેકન્ડ્સમાં જ થઇ જશે
પાવર પોઇન્ટ સ્લાઇ્ડસમાં શું લખવું છે અને કેવી ડિઝાઇન રાખવી છે , કેવું એનિમેશન રાખવું, કયુ ટેમ્પ્લેટ સિલેક્ટ કરવું છે, ફોટો કયો લગાવવો છે, એનિમેશન કઇ રીતે યુઝ કરવું છે વગેરે વગેરે.આ બધુજ CO Pilot સેકન્ડ્સની અંદર કરી દે છે..આપને બસ Copilotsને એક કમાંડ આપવાનો રહેશે, આપનું કલાકોનું કામ સેકન્ડ્સમાં થઇ જશે.
માઇક્રોસોફ્ટે એક ઇવેન્ટ આયોજિત કર્યુ હતું,આ રેકોર્ડેડ ઇવેન્ટ કંપનીમાં સીઇઓ સત્ય નડેલાએ કો પાઇલોટ વિશે જણાવ્યું.સત્ય નડેલાએ કહ્યું કે કો પાઇલોટને એટલા માટે ડિઝાઇન કરાયું છે કે તે લોકોની મુશ્કેલીઓ પલભરમાં ખતમ થઇ શકે.
સત્ય નડેલાએ કહ્યું આવનારા સમયમાં કોમ્પ્યુટિંગ માટે કો પાયલોટની એટલીજ જરૂર રહેશે જેટલી અત્યારે કોમ્પ્યુટર એક્સેસ કરવા માટે કિબોર્ડ અને માઉસની જરૂર છે
માઇક્રોસોફટે કહ્યું કે હાલ તો માઇક્રોસોફટ 365 કો પાયલોટની ટેસ્ટિંગ 20 કસ્ટમર્સ સાથે કરવામાં આવી રહ્યું છે જેમાં 8 ફોરચ્યૂન 50 કંપનીઓ છે . આવનારા સમયમાં આના પ્રિવ્યૂ બાદ વધારે લોકોને તે ફાળવાશે. કો પાયલોટનો ટાર્ગેટ કસ્ટમર બેસ ઓફિસીસમાં છે એટલે શરૂઆતમાં આનું એક્સેસ કંપનીઓને આપવામાં આવશે જેથી તે પોતાના કર્મચારીઓને આ સુવિધા આપી શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter