+

છેલ્લા 25 વર્ષથી Vladimir Putin છે રશિયાના રાષ્ટ્રપતિ, સતત 5મી વખત જીતી ચૂંટણી

રશિયા (Russia) માં એકવાર ફરી વ્લાદિમીર પુતિન (Vladimir Putin) નું રાજ રહેશે. જીહા, વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ (President of Russia) બન્યા છે. વ્લાદિમીર પુતિન છેલ્લા લગભગ 25 વર્ષથી…

રશિયા (Russia) માં એકવાર ફરી વ્લાદિમીર પુતિન (Vladimir Putin) નું રાજ રહેશે. જીહા, વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ (President of Russia) બન્યા છે. વ્લાદિમીર પુતિન છેલ્લા લગભગ 25 વર્ષથી સત્તા પર છે. રવિવારે 17 માર્ચે આવેલા ચૂંટણી પરિણામોમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા (elected) હતા. તેઓ છેલ્લા 25 વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) હાર્યા નથી અને પાંચમી વખત સિંહાસન સંભાળીને તેઓ સોવિયત સરમુખત્યાર જોસેફ સ્ટાલિન (Soviet dictator Joseph Stalin) ના સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ તોડશે. પુતિન 87.97 ટકા મત મેળવીને જીત્યા છે. 80 લાખથી વધુ લોકોએ ઓનલાઈન વોટિંગ (Online Voting) કર્યું હતું. રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (Electronic Voting System) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્ર પ્રમુખ બનવાનો રેકોર્ડ

એકવાર ફરી રશિયા (Russia) માં વ્લાદિમીર પુતિનની સરકાર બની ગઇ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિન (Vladimir Putin) 87.97% મતો સાથે રશિયા (Russia) ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. વ્લાદિમીર પુતિન 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે. નાદુરસ્ત તબિયતને કારણે, બોરિસ યેલતસિને 1999 માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ને સોંપી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. આ સાથે પુતિને સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્ર પ્રમુખ બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

અમેરિકાએ લગાવ્યો આ આરોપ

જો કે, હજારો વિરોધીઓએ મતદાન મથકો પર બપોરે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રશિયામાં થયેલી ચૂંટણીને લઇને યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે, રશિયામાં ન તો મતદાન સ્વતંત્ર થયું હતું અને ન તો મતદાન નિષ્પક્ષ હતું. જણાવી દઇએ કે, વ્લાદિમીર પુતિન પોતાનો મત આપનાર પ્રથમ હતા. આ પછી, દેશના મતદારોએ 3 દિવસ સુધી પોતાનો મત આપ્યો અને પુતિનને તેમના નવા શાસક તરીકે ચૂંટ્યા. પુતિનના કટ્ટર રાજકીય હરીફ એલેક્સી નવલ્નીની ફેબ્રુઆરી 2024માં હત્યા કરવામાં આવી હતી. તે આર્કટિક જેલમાં કેદ હતા. પુતિન પર તેમના મૃત્યુનો આરોપ હતો. ઘણો વિવાદ થયો હતો, પરંતુ પુતિન હજુ પણ સત્તામાં છે. રશિયામાં કોઈને પણ પુતિનની ટીકા કરવાની છૂટ નથી, પછી ભલે તે વિરોધી પક્ષના ઉમેદવાર હોય.

પુતિનને પશ્ચિમી દેશોને ચેતવણી આપી

અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર ચૂંટણીમાં જોરદાર લીડ મેળવીને પાંચમી વખત રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા વ્લાદિમીર પુતિને રવિવારે રાષ્ટ્રીય ટેલિવિઝન પર પોતાના સમર્થકોને સંબોધિત કર્યા. પુતિને તેમના ચૂંટણી મુખ્યાલયથી રાષ્ટ્રીય ટેલિવિઝન પર જનતાને પણ સંબોધિત કર્યા હતા. આ સમય દરમિયાન, તેમણે વિપક્ષી નેતા એલેક્સી નેવલનીના મૃત્યુ પર પણ પોતાનું મૌન તોડ્યું અને તેને “દુર્ભાગ્યપૂર્ણ ઘટના” ગણાવી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં તેમને કોઈપણ પ્રકારની સ્પર્ધાનો સામનો કરવો પડ્યો નથી. તેટલું જ નહીં ચૂંટણીમાં જીત બાદ પુતિનને પશ્ચિમી દેશોને ચેતવણી આપી દીધી છે. પુતિને સોમવારે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે રશિયા અને યુએસની આગેવાની હેઠળના નાટો સૈન્ય ગઠબંધન વચ્ચે સીધો સંઘર્ષ એટલે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધથી માત્ર એક ડગલું દૂર છે, પરંતુ આજે ભાગ્યે જ કોઈ આ પ્રકારની પરિસ્થિતિ ઈચ્છતું નથી. યુક્રેન યુદ્ધે 1962ની ક્યુબન મિસાઈલ કટોકટી પછી પશ્ચિમ સાથે મોસ્કોના સંબંધોમાં સૌથી ઊંડી કટોકટી સર્જી છે. પુતિન ઘણીવાર પરમાણુ યુદ્ધના જોખમો વિશે ચેતવણી આપી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, તેમને ક્યારેય યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની જરૂર નથી લાગતી.

આ પણ વાંચો – Russia Presidential Elections: રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજથી મતદાનનો પ્રારંભ

આ પણ વાંચો – Russia Presidential Elections: રશિયાની ચૂંટણીમાં ભારત પણ સહભાગી બન્યું, કેરળમાં રશિયનો માટે કરાઈ વ્યવસ્થા

આ પણ વાંચો – Donald Trump ની ખુલ્લેઆમ ધમકી, જો ચૂંટણી ન જીત્યો તો થઇ જશે લોહીયાળ હિંસા

Whatsapp share
facebook twitter