+

રડાર Made in China હતા! ચીનની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી

Made in China: પાકિસ્તાન અને ઈરાન વચ્ચે થયેલા હવાઈ હુમલાને લઈને ભારે તણાવનો માહોલ છે. પાકિસ્તાને કરેલા જવાબી હુમનાનું ઈરાને સ્પષ્ટીકરણ પણ માગ્યું છે. જોકે, અત્યારે બન્ને દેશો વચ્ચેના તણાવને…

Made in China: પાકિસ્તાન અને ઈરાન વચ્ચે થયેલા હવાઈ હુમલાને લઈને ભારે તણાવનો માહોલ છે. પાકિસ્તાને કરેલા જવાબી હુમનાનું ઈરાને સ્પષ્ટીકરણ પણ માગ્યું છે. જોકે, અત્યારે બન્ને દેશો વચ્ચેના તણાવને દુર કરવા માટે ચીન મધ્યસ્થી બનીને પ્રયત્ન કરી રહ્યું છે. કારણ કે, ચીન પાકિસ્તાન અને ઈરાન બન્નેને પોતાના મિત્ર માને છે. પરંતુ ચીનને મિત્ર માનતા પાકિસ્તાને દગો જ મળ્યો છે. મળતી વિગતો પ્રમાણે પાકિસ્તાને આ મિસાઈલો અને ડ્રોનને રોકવા માટે મેડ ઈન ચાઈના રડાર રાખેલા હતા. જેથી આ રડાર ઈરાનની મિસાઈલો અને ડ્રોનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જેથી પાકિસ્તાન હવે નારાજ થઈ ગયું છે.

ચીને બન્ને દેશોને શાંતિ રાખવાનો અનુરોધ કર્યો

ઉલ્લેખનીય છે કે, ઈરાને પાકિસ્તાન પર કરલે હુમલા મામલે કોઈ નિંદા પણ નથી કરી, પરંતુ બન્ને દેશોને શાંતિ રાખવાનો અનુરોધ કર્યો છે. ચીનના આવા વર્તનને લઈને અત્યારે પાકિસ્તાન ભારે નારાજ છે. નોંધનીય છે કે, ગયા બુધવારે ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની ચેતાવણી આપ્યા વિના જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને પાકિસ્તાનના આંતકવાદી સંગઠન જૈશ અલ-અદલની ઠેકાણાને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ સાથે ઈરાને દાવો પણ કર્યો હતો કે, તેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંત પર જવાબી હુમલો

જો કે, ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને પણ ગુરૂવારે ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંત પર જવાબી હુમલો કર્યો હતો જ્યા બલોચ ઉગ્રવાદી છુપાઈને રહેતા હતા. પાકિસ્તાને પણ આ હુમલો ડ્રોન અને મિસાઈલ દ્વારા જ કર્યો હતો. જોકે, પાકિસ્તાન જેને પોતાનું મિત્ર માને છે તે ચીને તેની સાથે દગો કર્યો છે. પાકિસ્તાને ઈરાન પર કરેલા હુમલામાં નવ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: Harni Motnath lake: હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ, આ રહ્યું લિસ્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter