+

UN માં ભારતે ફરી પાકિસ્તાનની બોલતી બંધ કરી, કહ્યુ – તમને કોઈ અધિકાર નથી…

UN, Bharat v/s Pakistan: પાકિસ્તાન અત્યારે વૈશ્વિક સ્તરે ઘણી રીતે બદનામ થઈ રહ્યું છે. ભારત પર તે અવાર-નવાર અપોરો મુકતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રામ મંદિરને…

UN, Bharat v/s Pakistan: પાકિસ્તાન અત્યારે વૈશ્વિક સ્તરે ઘણી રીતે બદનામ થઈ રહ્યું છે. ભારત પર તે અવાર-નવાર અપોરો મુકતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રામ મંદિરને લને પણ યુએનમાં ભારતની ફરિયાદ કરી હતીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે યુએનમાં ‘રાઈટ ટુ રિપ્લાય’નો ઉપયોગ કર્યો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં કહ્યું કે જે દેશે તેની લઘુમતીઓ પર પ્રણાલીગત દમનને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે અને જેનો માનવ અધિકારનો રેકોર્ડ ખરેખર નબળો છે, તેને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા નિયમિત સત્રના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં ‘રાઈટ ટુ રિપ્લાય એટલે કે જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરતી વખતે પ્રથમ સચિવ અનુપમા સિંહે કહ્યું ક, તે ખૂબ જ ખેદજનક છે કે કાઉન્સિલના ફોરમનો ફરી એકવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને તેનો દુરુપયોગ કરીને ભારત પર ખોટા આરોપો ફેલાવ્યા હતા.

પાકિસ્તાનને આંતરિક બાબતો પર બોલવાનો અધિકાર નથી

વિગતે વાત કરવામાં આવે ભારત વતી અનુપમા સિંહે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ‘પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવેલા વ્યાપક સંદર્ભોના સંદર્ભમાં, અમને જણાય છે કે કાઉન્સિલના પ્લેટફોર્મનો ફરી એકવાર ભારત પર સ્પષ્ટ ખોટા આરોપો કરવા માટે દુરુપયોગ કરવામાં આવ્યો, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને ભારત સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસ અને સુશાસન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ અને કાશ્મીરમાં લેવાયેલા બંધારણીય પગલાં ભારતની આંતરિક બાબત છે. પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર બોલવાનો અધિકાર નથી.’

પાકિસ્તાનનો માનવ અધિકારનો રેકોર્ડ ખરેખર નબળો

પ્રથમ સચિવે પાકિસ્તાનને માનવાધિકાર રેકોર્ડને ખરેખર નિરાશાજનક બતાવતા કહ્યું કે, એક એવો દેશે તેણે પોતાના લઘુમતીમાં આવતા લોકો પર પ્રણાલીગત દમનને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે અને જેનો માનવ અધિકારનો રેકોર્ડ ખરેખર નબળો છે, તે ભારત પર ટિપ્પણ કરી રહ્યાં છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ઓગસ્ટ 2023માં પાકિસ્તાનના જરાંવાલા શહેરમાં લઘુમતી ખ્રિસ્તી સમુદાય પર મોટા પાયે ક્રૂરતા આચરવામાં આવી હતી, જેમાં 19 ચર્ચ નષ્ટ કરવામાં આવ્યા હતા અને 89 ખ્રિસ્તી ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા.’

પાકિસ્તાન વિશ્વભરમાં આતંકવાદને પ્રાયોજિત કરે છે: અનુપમા સિંહ

વધુમાં વિગત આપતા અનુપમા સિંહે કહ્યું કે, ‘એક દેશ કે જે યુએનએસસી દ્વારા મંજૂર આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેની ઉજવણી પણ કરે છે તેને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી, જેની બહુમતીવાદી નીતિ અને લોકશાહી ઓળખ વિશ્વ માટે અનુકરણીય છે. પાકિસ્તાનની સરકાર તેના નાગરિકોના સાચા હિતોની સેવા કરવામાં નિષ્ફળ રહી છે અને પાકિસ્તાન વિશ્વભરમાં આતંકવાદને પ્રાયોજિત કરે છે.’

પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદને સમર્થન આપે છે

અનુપમા સિંહે વધુમાં જણાવ્યું કે, અમે એ દેશ પર વધારે ધ્યાન નથી આપતા જે દુનિયાભરમાં આતંકવાદને કારણ દહેશત ફેલાવી રહ્યો છે. તેના જ લોકો શરમ અનુભવે છે કે તેમની સરકાર તેમના વાસ્તવિક હિતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.આપને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું 55મું નિયમિત સત્ર 26 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ સુધી યોજાઈ રહ્યું છે. ભારતે ગયા વર્ષે ઓગસ્ટમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો માટે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ જરૂરી છે.

આ પણ વાંચો: Pakistan : પાકિસ્તાની એર હોસ્ટેસ કેનેડા હોટેલમાંથી અચાનક થઈ ગાયબ! નોટમાં લખ્યું- PIA, તમારો આભાર..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter