+

અમેરિકન રેપર Snoop Dogg ભારતના આ ડાન્સરનો થયો ફેન

અમેરિકન રેપર સ્નૂપ ડોગ (Snoop Dogg) વિશ્વના સૌથી મોટા કલાકારોમાંના એક છે. હવે આ વિદેશી રેપરે ભારતના એક ડાન્સર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અમેરિકન રેપરે શેરીઓમાં ડાન્સ કરતા બાબા…

અમેરિકન રેપર સ્નૂપ ડોગ (Snoop Dogg) વિશ્વના સૌથી મોટા કલાકારોમાંના એક છે. હવે આ વિદેશી રેપરે ભારતના એક ડાન્સર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અમેરિકન રેપરે શેરીઓમાં ડાન્સ કરતા બાબા જેક્સન (Baba Jackson) નો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેને ઘણો પ્રતિસાદ મળ્યો હતો. તાંઝાનિયાના કન્ટેન્ટ ક્રિએટર કિલી પોલ અને મુંબઈના ડાન્સિંગ કોપ અમોલ કાંબલે પણ આ વીડિયો પર કોમેન્ટ કરી હતી.

Snoop Dogg એ Baba Jackson નો વીડિયો કર્યો શેર

Baba Jackson તરીકે પ્રખ્યાત યુવરાજ સિંહ (Yuvraj Singh) માત્ર ભારતમાં જ ફેમસ બન્યા નથી પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેને વ્યાપક ઓળખ મળી છે. TikTok પરના તેમના ડાન્સ વીડિયોએ તેમને ખ્યાતિ તરફ પ્રેરિત કર્યા અને સ્નૂપ ડોગ (Snoop Dogg) સહિત ઘણાને પ્રભાવિત કર્યા છે. જણાવી દઇએ કે, અમેરિકન રેપર સ્નૂપ ડોગ વિશ્વના સૌથી મોટા કલાકારોમાંના એક છે. તેમની પાસેથી પ્રશંસા મેળવવી અથવા સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરવી તે ખૂબ જ ગર્વની વાત છે. રાજસ્થાનના રહેવાસી અને ઈન્ટરનેટ સેન્સેશન યુવરાજ સિંહ ઉર્ફે બાબા જેક્સન (Baba Jackson) પણ આવું જ ગર્વ અનુભવે છે. જ્યારે અમેરિકન રેપર અને એક્ટર સ્નૂપ ડોગે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પરથી તેના ડાન્સનો વીડિયો શેર કર્યો છે. જો કે બાબા જેક્સનની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાના ડાન્સ વીડિયોથી ચર્ચામાં આવેલા બાબા જેક્સનની ફેન ફોલોઈંગ કરોડોમાં છે.

 

View this post on Instagram

 

A post shared by snoopdogg (@snoopdogg)

લોકોએ બાબા જેક્સનની પ્રતિભાના વખાણ કર્યા

સ્નૂપ ડોગે જે વીડિયો પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો છે જેમા બાબા જેક્સન મૂન વોક કરતો અને માઈકલ જેક્સનની સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળે છે. તેનો ડાન્સ એટલો શાનદાર છે કે સ્નૂપ ડોગ (Snoop Doggg) આ વીડિયો શેર કરવાથી પોતાને રોકી શક્યો નહીં. વીડિયો શેર કરતી વખતે સ્નૂપ ડોગે લખ્યું કે, અહીં મૂન હોપમાં શું ચાલી રહ્યું છે? સ્નૂપ ડોગે તેનો વીડિયો શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો. તેના શેર કરેલા વીડિયોને 17 મિલિયન લોકોએ જોયો અને 15 લાખ લોકોએ લાઇક કર્યો. આ વીડિયો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ પણ કરી છે. બાબા જેક્સનને ટેગ કરીને સોશિયલ મીડિયા સ્ટાર કાઈલી પોલે લખ્યું છે – ભાઈ, આવો અને જાતે જ જુઓ. વળી, મુંબઈ પોલીસના ડોઝિંગ કોપ અમોલ કાંબલેએ લખ્યું – તમે અવિશ્વનીય બાબા છો. જ્યારે ઘણા યુઝર્સે સ્નૂપ ડોગનો આભાર માન્યો અને લખ્યું કે તમે ભારતીય પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો – Cricket Tournaments : અહી ધોતી-કુર્તામાં રમાય છે Cricket, વિજેતા ટીમને મળે છે આ શાનદાર ઇનામ…

આ પણ વાંચો – Social Media માં માલદીવ પર લોકોની પ્રતિક્રિયા, કહ્યું – જેટલી તમારી GDP છે તેટલી તો ગૌતમ અદાણીની…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter