+

સુરતમાં  ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન શરુ કરાયું, Harsh Sanghvi રહ્યા હાજર

અહેવાલ—રાબિયા સાલેહ, સુરત  ભાજપ ( BJP) દ્વારા દેશવ્યાપી મતદાતા ચેતના અભિયાન(Voter awareness campaign) હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાનના ભાગરૂપે આજથી ભાજપ આગેવાનો કાર્યકરો ડોર ટુ ડોર જઇ લોકોનો સંપર્ક કરશે.…
અહેવાલ—રાબિયા સાલેહ, સુરત
 ભાજપ ( BJP) દ્વારા દેશવ્યાપી મતદાતા ચેતના અભિયાન(Voter awareness campaign) હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાનના ભાગરૂપે આજથી ભાજપ આગેવાનો કાર્યકરો ડોર ટુ ડોર જઇ લોકોનો સંપર્ક કરશે. આ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (CR Patil) અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે સાંસદ દર્શના જરદોશ એ સુરત ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમ માં હાજરી આપી કોર્પોરેટર અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ હાજરી આપી
આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં છે ત્યારે મજુરા વિસ્તાર ખાતે આવેલા ક્રિશ એન્કલેવ માં ‘મતદાતા ચેતના અભિયાન’ નું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ હાજરી આપી હતી. મજુરા વિસ્તારમાં આવેલ ક્રિશ એન્કલેવમાં મતદાતા ચેતના અભિયાન’માં મોટી સંખ્યામાં કોર્પોરેટરો સહિત કાર્યકર્તા ઓની હાજરી જોવા મળી હતી
બદલાવ લાવવા તમામે મતદાનનો ઉપયોગ કરવો જરૂરી
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 2012માં હું તમારી સાથે પહેલું ઇલેક્શન લડ્યો હતો. ત્યારે લોકો કહેતા હતા કે ડિપોઝિટ પણ જતી રહેશે પરંતુ આપ તમામના આશીર્વાદ થી હું વિજયી થયો હતો. હું કેટલાક કામ શીખ્યો છું.  મારી ઉંમરના લોકો કેફેમાં બેસી દેશની તકલીફો અંગે ચર્ચા કરે છે અને સરકારમાં રહેલી ખામીઓ કાઢવામાં આવે છે પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમ થી લોકો ને વિનંતી કરવી પડે છે.કે મતદાન કરો કારણ કે મતદાન અધિકાર પૂર્ણ કરાતો નથી, જેના કારણે કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે. બદલાવ લાવવા તમામે મતદાનનો ઉપયોગ કરવો જરૂરી છે. જેના માટે મતદાન યાદીમાં તમામનું નામ હોવું જરૂરી છે. આજે હું તમામને એ જ વિનંતી કરવા આવ્યો છું. તમામ આ અભિયાનમાં સહકાર આપો એ વિનંતી
નવા મતદારોની નોંધણી માટે ભાજપ સજ્જ 
આ અંગે ભાજપ ના આગેવાનો એ જણાવ્યું હતું કે નવા મતદારોની નોંધણી માટે ભાજપ સજ્જ છે. નવા મતદારોની નોંધણી થાય તે માટે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઇ નગરજનોનો સંપર્ક કરશે.આજે અને આવતી કાલે એટલે કે તા. ૨૫ અને ૨૬મી ઓગસ્ટના રોજ ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવવામાં આવશે.આ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ,સાથે જ સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, અને મેયર હેમાલી બોઘાવાલા સહિત તમામ ધારાસભ્યો આ અભિયાનમાં જોડાશે.અને પોત પોતાના મત વિસ્તારમાં આ અભિયાન અર્તગત કામગીરી કરશે.
મતદાતા ચેતના અભિયાનની સ્પેશિયલ ડ્રાઈવ 
સુરત શહેર ભાજપ દ્વારા બુથ લેવલ સુધી પક્ષના પ્રશિક્ષણ લીધેલા કાર્યકરો દ્વારા મતદાતા ચેતના અભિયાનની સ્પેશિયલ ડ્રાઈવ કરાશે. શહેરના તમામ બૂથમાં નવા મતદાતાઓની નોંધણી સહિતનું કાર્ય કરવામાં આવશે. રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં નવા મતદારોની મહત્તમ નોંધણી થાય તે હેતુસર ભાજપ સતત બે દિવસ કામે લાગ્યું છે. આગેવાનો સહિત ભાજપ ના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ લોકોનો સંપર્ક કરશે. તેમણે સુધારણા અને નોંધણી અંગેની માહિતી આપશે.
 ભાજપ દ્વારા મતદારો માટે ખાસ ડોર ટુ ડોર સરવે
ભાજપ દ્વારા મતદાતાઓની સરળતા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પહેલા મતદાતાઓએ મતદાન કાર્ડમાં સુધારણા માટે ધક્કા ખાવા પડતાં હતાં,પરંતુ હવે ભાજપ દ્વારા મતદારો માટે ખાસ ડોર ટુ ડોર સરવે કરી તેમની મદદ કરાશે,ઇલેક્શન કાર્ડ અપડેટ રાખવા ,તેમાં રહેલી ભૂલ સુધારવા મતદાન માં નામ નોંધાવું તમામ ની માહિતી આ અભિયાન અંતર્ગત આપવામાં આવશે.
મતદાર યાદી -સુધારણા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે
હાલમાં ચૂંટણીતંત્ર દ્વારા આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષી મતદાર યાદી -સુધારણા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે.ત્યારે લોકો વચ્ચે જઇ તેમની સમસ્યાનું સમાધાન કાઢવા એક રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરો દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરાતું છે. આ કાર્યક્રમ અંતર્ગત બૂથ લેવલ સુધી સંપર્ક કરી નવા મતદારોની નોંધણી કરવામાં આવશે. ૧૮ કે તેથી વધુ વયના મતદારો મત આપી શકે તેમના નામ નોંધાવવા કવાયત કરાશે. કેટલાક મતદારોના નામ કમી કરવા, સ્થળાંતરિત મતદારો અંગે સુધારણા જેવા કાર્યો હાથ ધરી ચૂંટણી શાખાના કાર્યમાં મદદ કરવા ભાજપ એ બેડું ઉપાડ્યું છે.. જેનાથી દેશના લોકતંત્ર માટે જરૂરી મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થઈ શકશે.
Whatsapp share
facebook twitter